- સાત માળની નિર્માણાધિન ઇમારતનું કલર કામ સલામતીના સાધનો વગર થઈ રહ્યું છે..!
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નિર્માણાધિન ઇમારતનું કલર કામ જોખમી રીતે થઈ રહ્યું છે. કલર કામ કરતા મજૂરો સાત માળની ઊંચાઈએ લાકડાના માંચડા પર લટકાઈને કામ કરી રહ્યાં છે.
શું માનવ જિંદગી ની કોઈ કીમત નથી ? આ પ્રશ્નનો જવાબ આ દ્રશ્યો આપી જાય છે. કારેલીબાગમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સામે સાત માળની એક ઇમારત બની રહી છે. ઈમારતમાં કલર કામ થઈ રહ્યું છે. જાહેર માર્ગ ને અડીને આવેલી ઇમારતના ઉપરના માળ સુધી લાકડાના માંચડા બાંધી મજૂરો પાસે કલર કામ કરવામાં આવી રહ્યું છે. આટલી ઊંચાઈએ મજૂરો માંચડા પર ચઢી સેફ્ટી બેલ્ટ વગર કલર કામ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર મજૂરો કામ કરવા મજબૂર છે. કલ્પના કરો કે મજુરનું બેલેન્સ જાય તો શું થાય ? કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર. ? માનવ જીવનની કોઈ કિંમત નથી ? અહી થી પસાર થતા લોકો આ દ્રશ્યો જોઈ મજૂરો માટે દયાનો ભાવ ઊભો થાય છે.