ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર : વડોદરા જિલ્લાનું 65.54 ટકા રિઝલ્ટ

રાજ્યનું કુલ પરિણામ ૬૫.૫૮ ટકા આવ્યું

MailVadodara.com - Class-12-Science-Exam-Result-Declared-Today-Vadodara-District-65-54-Percent-Result

- 99.99 PR લાવનાર વિદ્યાર્થીએ કહ્યું: દિવસમાં વધુ નહીં પણ સારું વાંચવું જરૂરી, `ટ્યુશનના ટેસ્ટને બોર્ડની એક્ઝામની જેમ માનીએ તો સારું રિઝલ્ટ લાવી શકાય'


આજે ગુજરાત બોર્ડની ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું કુલ પરિણામ ૬૫.૫૮ ટકા સામે આવ્યું છે. જ્યારે વડોદરાનું પરિણામ ૬૫.૫૪ ટકા નોંધવામાં આવ્યું છે. જેમાં કુશ શાહ નામના વિદ્યાર્થીએ 99.99 ટકા મેળવ્યા છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, દિવસમાં ઘણું નહીં સારું વાંચવું જરૂરી છે, 'ટ્યુશનના ટેસ્ટને બોર્ડની એક્ઝામની જેમ માનીએ તો સારું રિઝલ્ટ લાવી શકાય'. 

વડોદરામાં ધો. ૧૨ સાયન્સમાં એ- ૧ કેટેગરીમાં માત્ર પાંચ જ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારં એ-૨ કેટેગરીમાં ૭૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. 


ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 99.99 ટકા લાવનાર વિદ્યાર્થી કુશ શાહે જણાવ્યું હતું કે, હું ખૂબ ખુશ છું. મેં સવારે જ્યારે પરિણામ જોયું તો એક વખત તો હું માની નહોતો શક્યો કે મારા 99.99 પર્સેન્ટાઈલ આવ્યા છે. પરીક્ષા માટે હું રોજ ચારથી પાંચ કલાક જ વાંચતો હતો. હું હવે મેડિકલમાં એડમિશન લઈને આગળ અભ્યાસ કરવા માગું છું. ટ્યુશનમાં જે રોજ ટેસ્ટ લેવામાં આવે છે તેને જ બોર્ડની એક્ઝામ માનીએ તો સારું રિઝલ્ટ લાવી શકાય છે. સાથે જ દિવસમાં વધારે નહીં પણ સારું વાંચવું જરૂરી છે. 

કુશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાની તૈયારી માટે પાઠય પુસ્તક પર જ ફોકસ રાખવું જોઈએ. પાઠયપુસ્તકમાંથી જ સવાલો પૂછાવાના છે તેવું માનીને ચાલવુ જોઈએ. કન્સેપ્ટ ક્લીયર હોવા જોઈએ. નીટ માટે પણ હું પાઠય પુસ્તકના આધારે જ તૈયારી કરી રહ્યો છું. મારો બીજા વિદ્યાર્થીઓ માટે પણ એ જ સંદેશ છે કે, ધો.12ની પરીક્ષાનું પ્રેશર લેવાની કોઈ જરૂર નથી. આરામથી તૈયારી કરશો તો પરિણામ આવશે જ. 


અન્ય વિદ્યાર્થિની નિકિતા પહેલવાનીએ જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં મારે 99.63 ટકા આવ્યા છે. હું ખૂબ જ ખુશ છું. ધોરણ 10માં અમે માસ પ્રમોટેડ હતા અને આજે પહેલીવાર મેં બોર્ડની પરીક્ષા આપી છે, તેમાં સારું રિઝલ્ટ આવ્યું છે. હું નીટની પરીક્ષા આપીને આગળ એમબીબીએસ કરવા માગું છું.

સમા હરણી લિંક રોડ પર આવેલી અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ પરેશ શાહે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓએ ધોરણ 10માં માસ પ્રમોશન મેળવ્યું હતું, જેથી આ વિદ્યાર્થીઓએ આ વખતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી હતી. એ રીતે જોઈએ તો આ વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવ્યા છે, જે વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું છે, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. તેઓ ફરીથી પરીક્ષા આપીને જીવનમાં સફળ થઈ શકે છે.

Share :

Leave a Comments