- વડોદરા ગ્રામ્ય SOGએ ડભોઇમાંથી 9 હજારની 30 નંગ ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરી
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી વડોદરા શહેર SOG પોલીસે ચાઇનીઝ દોરીની 30 નંગ રીલ સાથે 2 આરોપીને ઝડપી પાડયા છે અને કુલ 81,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેર SOG પોલીસે પાણીગેટ વિસ્તારમાં આવેલા ગાર્ગી ભવન ગર્લ્સ હોસ્ટેલ પાસે રેડ કરી હતી. આ દરમિયાન મોપેડના આગળના ભાગે કોથળામાં ભરેલી ચાઇનિઝ દોરીની રીલ્સ મળી આવી હતી. પોલીસે આરોપી સુનિલ અમૃતભાઇ વાઘરી અને ધર્મેશ પ્રકાશભાઇ કહાર સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ વડોદરા ગ્રામ્ય SOG એ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડયો છે. વડોદરા જિલ્લાના ડભોઈની વેગા ચોકડી પાસેથી સચીન અરવિંદભાઇ તડવી પકડાયો છે. આરોપી ડભોઇના નવાપુરાનો રહેવાસી છે. સચીન ચાઇનીઝ દોરી વેચવા માટે બેઠો હતો ત્યારે પોલીસ ત્રાટકી હતી અને 9 હજારની કિંમતની 30 નંગ ચાઇનીઝ દોરીની રીલ પોલીસે જપ્ત કરી છે.