માંજલપુર વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને શહેર PCBએ ઝડપી પાડ્યો

પવન ઉર્ફે નિમેષ માળી મોપેડ પર ચાઈનીઝ દોરીની રીલોનો જથ્થો વેચવા ફરતો હતો

MailVadodara.com - City-PCB-nabs-people-selling-banned-Chinese-cord-in-Manjalpur-area

મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેર પોલીસ વિભાગ દ્વારા આ પર્વમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જો કોઈપણ વ્યક્તિ પ્રતિબંધી ચાઈનીઝ દોરી વહેંચે તો જાહેરનામાં ભંગ અંગે ગુનો દાખલ કરવામાં આવે છે, ત્યારે શહેરમાં માંજલપુર વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખસને શહેર PCB દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનીના વેચાણ અંગે શહેર PCBને બાતમી મળી હતી. જેના આધારે શહેરના વિશ્વામિત્રી ઝુંપડપટી  સ્થિત મહાકાળી નગર, મકાન નં. 73માં રહેતો પવન ઉર્ફે નિમેષ નાનજીભાઈ માળી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલોનો જથ્થો મંગાવી વેચાણ કરે છે અને હાલમાં પોતાના મોપેડ પર ખાખી પુઠાના બોક્ષમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલોનો જથ્થો ભરી વેચવા માટે ફરે છે અને અવધુત ફાટક પાસે આનંદબાગ ટેર્નામેન્ટ પાસે ઉભો છે. જે આધારે આ શખસને ઝડપી માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના પર્વને લઇ શહેર વિસ્તારમાં જાહેર રસ્તાઓ કે મકાનના ભયનજક ધાબા ઉપર ચડી લોકો પતંગ ઉડાવવા માટે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. જે ચાઇનીઝ દોરીઓ એકદમ ધારદાર હોવાના કારણે કોઇ વ્યક્તિના શરીરના કોઈ ભાગમાં ઘસાવવાથી શરીર ઉપર તીક્ષ્ણ કાપાઓ પડે છે. જેના કારણે શારીરીક ગંભીર ઇજાઓ સાથે મોતના બનાવ બનતા હોય છે. સાથે પશુ-પક્ષીઓને પણ ઇજાઓ થતી હોય છે. જેમાં કોઇપણ પ્રકારના પ્લાસ્ટિક, પાકા સીન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ તેમજ અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ નોન બાયોડિગ્રેબલ નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા અને આયાતી દોરાની આયાત ખરીદ કે વેચાણ કે સંગ્રહ અને વપરાશ કરતા શખસોને શોધી કાઢી તેમની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાની શહેર પોલીસ કમિશનરની સૂચનાઓ આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments