શહેર કોંગ્રેસ દ્વારા સ્વ.જવાહરલાલ નહેરુની 59મી પૂણ્યતિથી નિમીત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

તમામ મહાનુભાવોએ લાડભવન ખાતે જવાહરલાલ નહેરૂજીની ફિલ્મ પણ નિહાળી

MailVadodara.com - City-Congress-offered-floral-tributes-on-the-occasion-of-late-Jawaharlal-Nehru-59th-death-anniversary

- શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નેતાઓ, અગ્રણીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા


વડોદરામાં શહેર કોંગ્રેસ દ્વારા સ્વ. જવાહરલાલ નહેરુની આજે 59મી પૂણ્યતિથી નિમીત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અને સ્વ. નહેરુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેઓએ નવ નિર્મીત સંસદ ભવન અને ગુજરાતના વિવિધ શહેરોમાં આયોજીત બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઇ ભાજપાને આડે હાથ લીધું હતું. તેઓએ કહ્યું કે, બાબા રામદેવ, આશારામ જેવા બાબાઓ પણ કહેતા હતા કે, અમે ભાજપા સાથે નથી. પરંતુ, બધાને બધુ ખબર છે.


શહેરના કિર્તીસ્થંભ નહેરુભુવન ખાતે સ્વ. જવાહરલાલ નેહરુની આજે 59મી પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને પંડિત જવાહરલાલ નહેરુએ દેશ માટે કરેલા કામોને યાદ કર્યા હતા. તેઓ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષી, વિપક્ષી નેતા અમીબહેન રાવત, કાઉન્સિલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત, ચિરાગ ઝવેરી વગેરે પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત શહેર કોંગ્રેસ દ્વારા લાડ ભવન ખાતે જવાહરલાલ નહેરૂ પર નિર્દેશ કરાયેલી ફિલ્મ નિહાળવાનું આયોજન પણ કરાયું હતું.


પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી બાદ પંડિત જવાહરલાલ નહેરુએ ધીમી પણ મક્કમ ગતિએ દેશના વિકાસની શરૂઆત કરી હતી. જે આજે વિશ્વના દેશો જોઇ રહ્યા છે. આઝાદી પછીનું ભારત કેવું હશે તેની પરીકલ્પના પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી. અને આજે ભારત વિશ્વમાં શક્તિ શાળી બન્યો છે. તેનો પાયો નાંખ્યો હતો. નહેરુજીએ મજબૂત રીતે દેશને આગળ ધપાવ્યો. નવી પઢીને ઇતિહાસ ખબર નથી. પરંતુ, હવે નવી પેઢી પણ ભાજપને ઓળખી રહી છે. રાહુલ ગાંધીનું નફરત છોડો દેશ જોડોનો સંદેશો દેશના ખૂણેખૂણામાં ગુંજતો થઇ ગયો છે. જેના પરિણામ સ્વરૂપ કર્ણાટકના લોકોએ રાજ્યની ધૂરા કોંગ્રેસના હાથમાં સોંપી છે.


બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે તેમણે જણાવ્યું કે, આ દેશ સર્વ ધર્મ સમભાવને માને છે. ભારત હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં માને છે. અમારા માટે આ ચર્ચાનો વિષય નથી. બાબાને ચૂંટણી સમયે લાવ્યા તેવા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, સૌ કોઇ ભાજપને ઓળખે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે હું કોઈ પક્ષ માં માનતો નથી તે મામલે કહ્યું બાબા રામદેવ, આસારામ બધા એવું જ કહેતા હતા. કોંગ્રેસની પોતાની અલગ વિચારધારા છે. અને કોંગ્રેસ હંમેશા પોતાની વિચારધારા ઉપરજ આગળ વધશે. રાહુલ ગાંધીના નફરત છોડો, ભારત જોડોની વિચાર ધારા સાથે સહમત ન થનારા ન ચાલનાર અફવાઓ ફેલાવી રહ્યા છે.

Share :

Leave a Comments