શહેર ભાજપાના કાર્યકર્તાઓ 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના ઘેર ઘેર ફરીને નામની નોંધણી કરશે

ભાજપા દ્વારા તા.25 અને 26ના રોજ મતદાતા ચેતના અભિયાન યોજાશે

MailVadodara.com - City-BJP-workers-will-conduct-door-to-door-registration-of-names-of-voters-who-have-completed-18-years

- આશરે 20 હજાર જેટલા નવા મતદારોના નામ ઉમેરાય તેવી શક્યતા


ચૂંટણીઓ વખતે મતદાતા નોંધણીનું કામ ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત દેશમાં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. આ માટે તારીખ 21મીએ વડોદરામાં આ કામગીરીમાં જે જોડાયા છે તેઓની બેઠક યોજાઇ હતી. એ સિવાય ગઈકાલથી દરેક વોર્ડમાં અભ્યાસ વર્ગ હાથ ધરાયો છે. 


ગઈકાલે પાંચ અભ્યાસ વર્ગ કરાયા હતા અને આજે સાત કરવાના છે. હજી બીજા સાત વર્ગ થશે. નવા મતદારોને જોડવાની આ કામગીરી તારીખ તારીખ 25 અને 26 ના રોજ ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઘેર ઘેર જઈ લોકસંપર્ક દ્વારા કરશે અને નવા મતદારોને જોડવાનું કામ કરશે. આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીઓમાં પણ જઈને મતદાર નોંધણી કરશે. કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસની બહાર નોંધણીનું કામ કરાશે. નોંધણી ફોર્મ દ્વારા અથવા તો ઓનલાઇન પણ થઈ શકશે. ફોર્મ  નંબર 6 નામ નોંધણીનું છે. ફોર્મ નંબર 7 નામ કમી કરાવવા માટેનું છે, જ્યારે ફોર્મ નંબર 8 નામ, સરનામું, ફોન નંબર વગેરેમાં સુધારા વધારા માટેનું છે. દરેક વોર્ડમાં 800 ફોર્મ આપવામાં આવ્યા છે. 

વડોદરામાં હાલ આશરે 12 લાખ મતદારો છે અને એક ધારણા અનુસાર બીજા નવા 20,000 મતદારો ઉમેરાય તેવી શક્યતા છે. જોકે આ તમામ મતદારો વડોદરાના નહીં હોઈ શકે, કેમ કે યુનિવર્સિટી અને કોલેજોમાં વડોદરા સિવાયના બહારના જિલ્લાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે અને તેઓ પણ નામ નોંધણી માટે ઓનલાઇન અથવા ફોર્મ ભરીને નોંધણી કરાવી શકશે, તેમ અત્રે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.

Share :

Leave a Comments