કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફિસરને ACBએ 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો

લાંચિયા નાયબ મામલતદારે વારસાઈમાં એન્ટ્રી મંજૂર કરવા લાંચ માગી હતી

MailVadodara.com - Circle-officer-of-Karajan-Taluka-Sevasadan-arrested-by-ACB-for-accepting-bribe-of-10-thousand

- રૂપિયા 10 હજારની લાંચ લેતાં નાયબ મામલતદાર સબીર દીવાનને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો

- આ અધિકારી લાંચ લીધા વગર કોઇપણ કામ કરતો ન હતો

કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે ઝડપાયો છે. આ લાંચિયા નાયબ મામલતદારે વારસાઈમાં એન્ટ્રી મંજૂર કરવા લાંચ માગી હતી. ACBએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ અધિકારી કોઇપણ કામ લાંચ લીધા વગર કામ કરતો ન હતો.

મળતી માહિતી અનુસાર વડોદરામાં રહેતા અને જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં સર્કલ ઓફિસર તરીકે સબીર દિવાન ફરજ બજાવે છે. તાલુકાના એક અરજદાર દ્વારા વારસાઈ કરાવવા અને વારસાઇની એન્ટ્રી મંજૂર કરવા માટે અરજી આપી હતી. જે અરજી મંજૂર કરવા માટે લાંચીયા અધિકારી નાયબ મામલતદાર સબીર દીવાનને 10,000ની લાંચ માગી હતી. અરજદારે આ લાંચની રકમ આપવા માટે અધિકારીને આજે તારીખ 6-6-2024ના રોજ વાયદો કર્યો હતો. જોકે અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હતા.

અરજદારે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરીને સર્કલ ઓફિસર સબીર દિવાન સામે વારસાઈની એન્ટ્રી મંજૂર કરવા માટે રૂપિયા 10,000ની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વડોદરા લાખ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ ACBએ રૂરલના અધિકારીઓએ કરજણ તાલુકા સેવા સદનમાં છટકાનું આયોજન કર્યું હતું.

ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા પ્રમાણે અરજદારે રૂપિયા 10,000 સર્કલ ઓફિસર સબીર દિવાનને આપતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરીને વડોદરા ACB કચેરી ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેની સામે ગુનો દાખલ કરીને વડોદરા સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા

વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા કરજણ તાલુકા સેવાસદનના નાયબ મામલતદારને રૂપિયા 10,000 ની લાંચ લેતાં ઝડપી પાડતા તાલુકા સેવાસદનમાં સન્નાટો આપી ગયો હતો. કહેવાય છે કે આ અધિકારી લાંચ લીધા વગર એક પણ કામ કરતા ન હતા. અરજદારો આ અધિકારીથી પણ ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે એક અરજદારે ખોટી રીતે લાંચ માંગી રહેલા સર્કલ ઓફિસર સબીર દિવાન સામે ફરિયાદ નોંધાવતા ભ્રષ્ટાચારી અધિકારી સબીર દિવાન ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. સબીર દિવાનના લાંચ લેતાં ઝડપાઈ જતા સમગ્ર તાલુકા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

Share :

Leave a Comments