વાઘોડિયા રોડ પરની નારાયણ વિદ્યાલયના બાળકો-વાલીઓ અને શિક્ષકોએ બેનર સાથે ધરણાં યોજ્યાં!

શાળાના ટ્રસ્ટીઓને ઇમારતનું સમારકામ અથવા તોડીને નવી બાંધવાની માંગણી કરાઇ

MailVadodara.com - Children-parents-and-teachers-of-Narayan-Vidyalaya-on-Waghodia-Road-staged-a-dharna-with-banners

શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલનો કેટલોક ભાગ થોડા સમય પહેલા તૂટી પડ્યો હતો જેમાં બાળકોનો આબાદ બચાવો થયો હતો. તે બાદ ટ્રસ્ટીઓએ શાળા બંધ કરી દેતા બાળકોને અન્ય શાળામાં અભ્યાસ માટે મોકલતા હતા પરંતુ શાળાનું મકાન ફરી શરૂ નહીં કરતા આજે શાળાના બાળકો વાલીઓ અને શિક્ષકોએ સામૂહિક રીતે ધરણા કરી ટ્રસ્ટીઓને આ જ જગ્યાએ ફરી શાળા શરૂ કરવાની માંગણી કરી હતી.


 વાઘોડિયા રોડ સ્થિત નારાયણ સ્કૂલની ઇમારતનો કેટલોક ભાગ જર્જરિત થઈ જવાથી તૂટી પડ્યો હતો તે સમયે શાળામાં અભ્યાસ કરતા એકાદ બે બાળકને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે મોટાભાગના બાળકોનો આબાદ બચાવો થયો હતો. 

આ જર્જરિત ઈમારત થઈ ગઈ હોવાથી ટ્રસ્ટીઓ દ્વારા તેનું સમારકામ કરાવવાને બદલે શાળા બંધ કરી દીધી હતી અને અન્ય શાળામાં બાળકોને તને શિક્ષકોને મોકલવામાં આવ્યા હતા. જ્યાં પણ યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી અને બહાર બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા. 

આજે નારાયણ સ્કૂલ ખાતે શાળાના બાળકો વાલીઓ અને શિક્ષકોએ સામૂહિક રીતે ટ્રસ્ટીઓને જગાડવા ધરણાનો કાર્યક્રમ યોજી જે જગ્યાએ અગાઉ નારાયણ સ્કૂલ કાર્યરત હતી તે જ જગ્યાની ઈમારતનું સમારકામ અથવા તોડીને નવી બાંધવાની માંગણી કરવામાં આવી હતી. 

સાથે-સાથે બાળકો અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળાના ટ્રસ્ટીઓ બાળકો સાથે અન્યાય કરી રહ્યા છે જે જગ્યાએ શાળા હતી તે ફરીથી શરૂ કરવી જોઈએ જેથી કરીને બાળકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે જરૂરી છે. બાળકોએ પ્લે કાર્ડ દ્વારા ટ્રસ્ટીઓ પર કટાક્ષ કર્યો હતો કે અમેરિકામાં એક બાળક માટે શાળા શરૂ થાય છે જ્યારે અહીં 2000 બાળકોની શાળા બંધ કરી દેવામાં આવે છે.

Share :

Leave a Comments