વડોદરાના માર્ગો અને સફાઇ જોઇ મુખ્યમંત્રીએ કહ્યું કે,CM-PM આવવાના છે, તેથી સફાઇ થઇ લાગે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને લઈ વડોદરાના તંત્રને ટોણો માર્યો

MailVadodara.com - Chief-Minister-said-that-the-CM-PM-is-about-to-come-so-the-cleaning-starts

- મુખ્યમંત્રીએ પાલિકાના વહીવટ કર્તાઓને જોરદાર તમાચો મારતા ઉપસ્થિત પદાધિકારીઓની હાથ કાપે તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઇ

- પદાધિકારીઓ લાજવાને બદલે ખડખડાટ હસી દાદાની ટકોરને ગળી ગયા


આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતેના ‘સાંસદ અટલ જનસેવા કેન્દ્ર’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં સ્વચ્છતાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી અધિકારીઓ સહિતનાને ટોણો મારતા જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારીનગરી છે, તો આપણે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર લાવવા જ પડે. આજે PM સાહેબ આવે છે. CM સાહેબ આવે છે, ત્યારે જ સફાઈ થાય તેવું નથી જોઈતું. બીજી તરફ હાજર પદાધિકારીઓ પણ હસતાં-હસતાં મુખ્યમંત્રીની ટકોરને જાણે ગળી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુખ્યમંત્રીએ વડોદરાનો વિકાસ થયો નથી તેવી ગંભીર ટકોર કરી હતી.


મુખ્યમંત્રીએ આજે જન સેવા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, વડોદરાના માર્ગો અને સફાઇ જોઇને જણાવ્યું કે, CM અને PM આવવાના છે. તેથી વડોદરામાં સફાઇ થઇ લાગે છે. તેવી પાલિકાના સત્તાધીશોને હસતાં હસતાં જોરદાર ચાબખાં માર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારી નગરી છે. સંસ્કાર હોવા જોઇએ, સફાઇને સ્વભાવ બનાવો જોઇએ. મુખ્યમંત્રીએ મંચ પરથી પાલિકાના વહીવટ કર્તાઓને જોરદાર તમાચો મારતા ઉપસ્થિત પદાધિકારીઓની હાથ કાપે તો લોહી ન નીકળે તેવી હાલત થઈ હતી. જોકે, પદાધિકારીઓ લાજવાને બદલે ખડખડાટ હસતાં હસતાં તાળીઓ વગાડી મુખ્યમંત્રીની ટકોરને ગળી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.


Share :

Leave a Comments