વડોદરામાં SRPમાં જવાને ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર

મૃતક એસઆરપી જવાન લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં ફરજ બજાવતા હતા

MailVadodara.com - Chakchar-committed-suicide-by-firing-service-rifle-while-on-duty-while-going-to-SRP-in-Vadodara

- બીમારીથી કટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ

- હાલમાં પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યાં, પોતાના ઘરનો મોભી ગુમાવતાં પરિવાર આઘાતમાં


વડોદરા શહેરમાં એસઆરપી ગ્રુપ-1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ વડે ગોળી મારી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP જવાન છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવતા હતા. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લાં કેટલાંય વર્ષોથી બીમાર હોવાના કારણે આ પગલું ભર્યું છે. હાલમાં એસઆરપી જવાનનો મૃતદેહ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

મૂળ નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના ફતેપુરા ગામના અને હાલ ડભોઇ રોડ પર સ્થિત એચપી પેટ્રોલ પંપની સામે આવેલા શક્તિનગરમાં રહેતા પ્રવીણભાઇ જેસંગભાઇ બારીયા (ઉ.વ.૪૭) છેલ્લાં 28 વર્ષથી લાલબાગ એસઆરપી ગ્રૂપ-૧માં સંત્રી તરીકે ફરજ બજાવતા હતા. ગઇકાલે રાત્રે ફરજ દરમિયાન આશરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પ્રવીણભાઇ બારીયાએ તેમને ફાળવવામાં આવેલી ઇન્સાસ રાઇફલ વડે દાઢીના નીચેના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાત્રે અચાનક જ ફાયરિંગનો અવાજ થતાં જ અન્ય જવાનો અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા પરંતુ એસઆરપી જવાન પ્રવીણભાઇ બારીયાને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નવાપુરા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.


પરિવારજનનું કહેવું છે કે, પ્રવીણભાઇએ બીમારીના કારણે જીવન ટૂંકાવ્યું છે. તેઓ છેલ્લાં 13-14 વર્ષથી બીમારીથી પીડાતા હતા. હાલ એસઆરપી જવાનનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ આત્મહત્યા કયાં કારણોસર કરી છે એનું સાચું કારણ અકબંધ છે. મૃતક એસઆરપી જવાન શહેરના લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં ફરજ બજાવતા હતા અને ત્યાં ફરજ દરમિયાન આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.

મૃતક એસઆરપી જવાન પ્રવીણ બારિયાના સસરા મોહનભાઈ બારિયાએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ બારિયા છેલ્લાં 28 વર્ષથી SRPમાં ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લાં 14 વર્ષથી બીમારીના કારણે પરેશાન હતા. ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ વડે ગોળી મારી આપઘાત કરી લીધો છે. આ પગલું બીમારીથી કંટાળીને પગલું ભર્યું હશે એવું પ્રાથમિક તારણ છે. હાલમાં પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન નિરાધાર બન્યાં છે. પોતાના ઘરનો મોભી ગુમાવતાં પરિવાર આઘાતમાં છે. હાલ સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક જવાનના અંતિમસંસ્કાર પોતાના વતન નર્મદા જિલ્લાના ફતેપુરા ગામ ખાતે કરાશે.

Share :

Leave a Comments