ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ : શહેરમાં તેમજ શહેર નજીક આવેલા માતાજીના મંદિરોમાં સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા

નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે, બે ગુપ્ત નવરાત્રી તથા એક ચૈત્ર નવરાત્રી અને એક શારદીય નવરાત્રી

MailVadodara.com - Chaitri-Navratri-begins-today-Devotees-thronged-the-temples-of-Mataji-in-city-for-darshan-since-morning

- વડોદરાના ઘડીયાળી પોળમાં આવેલ પૌરાણિક અંબે માતા મંદિરમાં માઇ ભક્તો ઉમટી પડ્યા, ગાયક્વાડી સમયના બહુચરાજી મંદિરે તેમજ માઁ મેલડીના દર્શનાર્થે વહેલી સવારથી માંડવી દરવાજે ભક્તોની ભીડ ઊમટી


આજે વિક્રમ સંવત 2079ને ચૈત્ર સુદ એકમ એટલે જગત જનની માં શક્તિની ભક્તિના મહાપર્વ ચૈત્રિ નવરાત્રિના પ્રારંભ સાથે જ હિન્દુ નવું વર્ષ પણ છે. હિંદુ ધર્મમાં નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં દેવી દુર્ગાના ભક્તો પૂજા - આરાધના કરીને માતા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. 

સંસ્કારી નગરી વડોદરામાં દરેક ઉત્સવોની ઉજવણી શ્રદ્ધા અને ઉમંગભેર કરવામાં આવે છે. આજથી ચૈત્રિ નવરાત્રીનો પ્રારંભ થવા સાથે જ શહેરમાં તેમજ શહેર નજીક આવેલા માતાજીના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.


શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજના ચૈત્ર સુદ એકમના દિવસે માં દુર્ગા પૃથ્વી પર પ્રાગટ્ય થયા હતા અને બ્રહ્માજીએ પૃથ્વીના સૃષ્ટિની રચના કરી હતી સાથે જ ભગવાન રામે પણ નવરાત્રિના ઉપવાસ સાથે માં ની આરાધના કરી હતી નવરાત્રિમાં માતા દુર્ગા આ વખતે નૌકા પર સવાર થઈને આવશે. એવામાં આ વર્ષે ચૈત્ર નવરાત્રીનું મહત્વ પોતાનામાં જ ઘણું વધી જશે.


નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી તથા એક ચૈત્ર નવરાત્રી અને એક શારદીય નવરાત્રી. ફાલ્ગુન માસની પૂર્ણિમા પછી ચૈત્ર માસની શરૂઆત થશે અને ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થશે. આ વખતે આજે 22 માર્ચથી નવરાત્રિ શરૂ થઈ છે. નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.


આજે વહેલી સવારથી જ શહેરના માંડવી અંબા માતા, કારેલીબાગ બહુચરાજી મંદિર, વડોદરા નજીક રણુ ગામ સ્થિત તુળજા માતા, વડોદરાથી 50 કિ.મી. દૂર પાવાગઢના ટોચે બિરાજેલા માં કાલિકા સહિત માતાજીના મંદિરોમાં માઇ મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડયા હતાં. શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. વડોદરાના સુપ્રસિધ્ધ માતાજીના મંદિરો સહિત વિવિધ માતાજીના મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી.


શહેરના ઘડિયાળી પોળમાં પૌરાણિક અંબાના મંદિર ખાતે આજે વિશેષ પૂજા તથા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આઠમના દિવસે અહીં માં અંબાના દિવ્યચક્ષુના દર્શન માઇભક્તો કરી શકશે સાથે જ નવમી એટલે રામ નવમીના દિવસે અહીં હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન લાખો માંઇભક્તો, શ્રધ્ધાળુઓ દર્શન પૂજન કરશે ત્યારે આ નવરાત્રિના કાર્યક્રમ અંગે મંદિરના મુખ્ય પૂજારી દુર્ગેશ મહારાજે વિસ્તૃત માહિતી આપી હતી.

Share :

Leave a Comments