વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનીયર કલાર્ક (વર્ગ-3) માં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અન્વયે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે તારીખ 24 અને 25 જાન્યુઆરીના રોજ હાજર રહેવા પાસ થયેલા ઉમેદવારોને સૂચના આપી છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે, કોર્પોરેશન દ્વારા 552 ક્લાર્ક કક્ષાના કર્મચારીની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે બાદ લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. હવે સર્ટિફિકેટ વેરિફિકેશનની કામગીરીનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો હતો. જેમાં 110થી વધુ પાસ થનાર નોકરીવાંચ્છુ ગેરહાજર રહ્યા હતા.
વડોદરા મહાનગર પાલિકામાં જુનીયર કલાર્ક (વર્ગ-3)માં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અન્વયે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેના ઉમેદવારોની યાદી વડોદરા મહાનગર પાલિકાની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરી ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે પ્રાથમિક તથા દ્વિતીય તબક્કામાં હાજર થવા જણાવાયુ હતું. જો કે, બંન્ને તબક્કામાં કેટલાક ઉમેદવારો ગેરહાજર રહેતાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે દિવ્યાંગતા ખંડ મુજબ દિવ્યાંગતાના પ્રકાર A, B, C, D અને E અનુસાર પસંદગી યાદી/પ્રતિક્ષાવાદી સુનિશ્ચિત કરવા દિવ્યાંગ ઉમેદવારો માટે ખુટતાં ઉમેદવારોની યાદી તેમજ અન્ય અગત્યની સૂચનાઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે યાદીના ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ તથા દિવ્યાંગતા અંગેના વેબસાઇટ પર મુકવામાં આવેલ ફોર્મમાં સીવીલ સર્જનના લેટેસ્ટ પ્રમાણપત્ર સહિત હાજર રહેવા જણાવ્યુ છે. 24-01-2024 (બુધવાર)તથા 25-01-2024 (ગુરૂવાર)ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ પ્લેનેટોરીયમ, સયાજીબાગ, ખાતે સવારે 11 કલાકે ડોક્યુમેન્ટ વેરીફીકેશન હાથ ધરાશે. જેમાં ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે. જે સંબંધિત ઉમેદવારોએ જાણમાં લેવા જણાવ્યું છે.