- વડોદરા જિલ્લા પોલીસ વિભાગના ડીવાયએસપી ચેતના ચૌધરીએ નિવૃત્ત કર્મચારીઓને સાયબર ક્રાઇમ થી બચવાની ટીપ્સ આપી
વિશ્વ પેન્શનર દિવસની ઉજવણી નિમિતે વડોદરાનાં કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં DYSP ચેતના ચૌધરીએ સાયબર ક્રાઈમ અંગે લોકોને માહિતગાર કર્યા હતા.
વિશ્વ પેન્શનર દિવસની ઉજવણી નિમિતે વડોદરા શહેરનાં કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા વડોદરા જીલ્લા પોલીસના વહીવટી વિભાગનાં વડા DYSP ચેતના ચૌધરીને મુખ્ય અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં વડોદરા જીલ્લા પોલીસના વહીવટી વિભાગનાં વડા DYSP ચેતના ચૌધરી, કેન્દ્રિય કર્મચારી મંડળના હોદ્દેદારો તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં DYSP ચેતના ચૌધરીનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં DYSP ચેતના ચૌધરીએ ઉપસ્થિત લોકોને હાલ બની રહેલા સાયબર ક્રાઈમના બનાવો વિશે માહિતી આપી હતી. સાથે જ સાયબર ક્રાઈમને લઈને જાગૃત કર્યા હતા.