સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મીઓની બેદરકારી કેમેરામાં કેદ, પહેલા માળેથી બોટલના બોક્સ દાદર પરથી નીચે ગબડાવ્યા

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલનું ખાળે ગયેલું તંત્ર વિવાદમાં..!!

MailVadodara.com - Carelessness-of-medical-store-staff-of-Sayaji-Hospital-caught-on-camera-bottle-boxes-tumbled-down-stairs-from-first-floor

- દર્દીઓની સારવાર માટેના બોટલોના બોક્સના નીચે ગબડાવતા બોક્સ તૂટી બોટલો વેર-વિખેર થઇ ગયા

- કર્મચારીએ કહ્યું કે, પહેલે માળથી નીચે બોક્સ ઉતારવામાં ઘણી તકલીફો પડે છે, વજનદાર હોવાથી ઉનાળાના તાપમાં કામ કરવાથી થાકી જવાય છે એટલે દાદર પરથી નાખીયે છે


ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ, ઇન્જેક્શન અને દર્દીને ચઢાવવામાં આવતા બાટલ એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મુકવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે.


મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી આજરોજ રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા પહેલે માળથી દર્દીઓને ચઢાવવામાં આવતા દવાઓના બોટલના બોક્સ નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા અને ક્યાંક તો એવા પણ દ્રશ્ય જોવા મળ્યા કે, દાદર પરથી ગબડાવીને નીચે ફેંકવામાં આવતા દવાઓના બોક્સમાંથી દર્દીઓને ચઢાવવામાં આવતા બાટલ બોક્સ ફાટી જતાં બાટલ નીચે ગબડી વેર-વિખેર થઇ ગયા હતા. ખરેખર આ દવાઓ ઇન્જેક્શન કે બાટલ આવી રીતે નખાય એ પણ એક સવાલ છે દર્દીઓને ચઢાવવામાં આવતા બાટલ કે ઇન્જેક્શન તૂટી જાય તેનો જવાબદાર કોણ?


 આ સંદર્ભે ત્યાંના અધિકારી અને સુપરવાઇઝરને સવાલ પૂછતા ભાગતા નજરે ચડ્યા હતા. આ ઘટનાને લઇ રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે, પહેલે માળથી નીચે બોક્સ ઉતારવામાં ઘણી તકલીફો પડે છે. આ બોક્સ ખૂબ વજનદાર હોય છે અને આવા ઉનાળાના તાપમા કામ કરવાથી થાકી જવાય છે એટલે દાદર પરથી નાખીયે છે.


Share :

Leave a Comments