મતદાન જાગૃતિ માટે વડોદરા શહેર અને જિલ્લામાં અભિયાન શરૂ કરાયું, 2 EVM નિદર્શન વાન ફરશે

લોકસભાની ચૂંટણીની તૈયારી : 10 વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ નિદર્શન વાન ભ્રમણ કરશે

MailVadodara.com - Campaign-launched-in-Vadodara-city-and-district-for-voting-awareness-2-EVM-demonstration-vans-will-be-plying

- વડોદરામાં નાયબ મામલતદારોની બદલી બાદ લોકસભાની ચૂંટણીલક્ષી કામગીરી માટે 18 નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી


આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે જાગૃતિ પ્રસરે એ માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 2 નિદર્શન વાન શહેર અને જિલ્લામાં ફરશે. આ બંને નિદર્શન વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.


18 નોડેલ અધિકારી લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય એ માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. એ જ સંદર્ભ બે દિવસ પૂર્વે કલેક્ટર તંત્રમાં વિવિધ પદો ઉપર ફરજ બજાવતા નાયબ મામલતદારો, કારકૂનોની બદલી કરી ચૂંટણી અંગેની ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ કામગીરી માટે 18 નોડેલ અધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કામગીરી પણ સતત ચાલી રહી છે.


વહીવટી તંત્રની તૈયારીઓ સાથે મતદારો પણ જાગૃત થાય એ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે EVM લાઇવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ LED વાનને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, આ વાન વડોદરા શહેરના 5 તથા જિલ્લાના 5 મળી કુલ 10 વિધાનસભા મત વિસ્તારોમાં આવેલા મતદાન મથકોએ જઇને મતદારોને જાગૃત કરવાની કામગીરી કરશે. આ વાનની સાથે ઝોનલ અધિકારીઓ પણ જોડાશે. આ વાન થકી મહત્તમ મતદાન થાય એ પ્રચાર પ્રસાર ઉપરાંત ઇવીએમ થકી કેવી રીતે મતદાન કરવું ? તેનું નિદર્શન પણ કરશે.


આ પ્રસંગે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, મદદનીશ ચૂંટણી અધિકારી ગીતા દેસાઇ, રાજેશ ચૌહાણ, મામલતદાર મનોજ દેસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share :

Leave a Comments