વડોદરામાં મન કી બાતના 99 એપિસોડની ઝાંખી કરાવતા પ્રદર્શનનું સી.આર.પાટીલે ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલ રજૂ થશે

MailVadodara.com - CR-Patil-inaugurates-exhibition-of-99-episodes-of-Mann-Ki-Baat-in-Vadodara

- ઉર્મી સ્કૂલ ખાતે એમ.એસ. યુનિવર્સિટીના 35થી 40 વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડના પ્રદર્શનનું આયોજન કરાયું


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થઇ રહ્યા છે, ત્યારે આજે વડોદરા શહેરની ઉર્મી સ્કૂલમાં મન કી બાત કાર્યક્રમના 1થી 99 એપિસોડની પ્રદર્શનનું ઉદ્ઘાટન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યું હતું. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારનગરી છે અને તેની સાથે કંઇક નવુ કરવા માટે જાણીતી નગરી છે. વડાપ્રધાને મન કી બાતના 99 એપિસોડમાં શું કર્યું છે, તે પ્રદર્શન અને ઇ બુકના માધ્યમથી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જે લોકોએ મન કી બાતની પ્રદર્શન તૈયાર કરી છે, તે સાંસદ રંજનબેન ભટ્ટ, આગેવાનો અને કાર્યકરોનો હું અભિનંદન આપું છું અને આભાર માનું છું.

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડ પૂરા થયા છે. તેમનો 100મો એપિસોડ 30 એપ્રિલ રજૂ થવા જઇ રહ્યો છે. જેના ભાગરૂપે સાંસદ રંજનબેન ભટ્ટ અને તેમની ટીમ દ્વારા વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડનું પ્રદર્શન ઉર્મી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના મન કી બાતના 100માં એપિસોડની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન તૈયાર કરવામાં 10 દિવસનો સમય લાગ્યો હતો. આ પ્રદર્શનમાં મન કી બાત કાર્યક્રમના મહત્વના અંશોના ફોટોગ્રાફ્સ મુકવામાં આવ્યા છે.

સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, મન કી બાતના 1 થી 99 એપિસોડ પૂરા કરીને 30મી એપ્રિલના રોજ 100મો એપિસોડ રજૂ થવાનો છે. વડોદરા સંસ્કારી નગરી છે. સાથે સાથે કંઈક નવું કરવાની પ્રેરણા આ શહેરના લોકોમાંથી મળે છે, તેવું આ શહેર છે. મન કી બાતના 1 થી 99 એપિસોડમાં શું હતું તેની માહિતી લોકો પાસે પહોંચે તેની માટે આ પ્રદર્શનની તૈયાર કરી છે. આ એપિસોડ દરમિયાન 36 એપિસોડમાં ગુજરાતનો અને વડોદરાનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન મોદીના મન કી બાતના 100માં કાર્યક્રમને લઈને મોડાસામાં 4 હજાર લોકોના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત વડોદરામાં બગીચાઓમાં અને સોસાયટીઓમાં આ કાર્યક્રમ થશે. રાજકોટ અને સુરત સહિત રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજાશે.


સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3/10/2014થી મન કી બાતના કાર્યક્રમ થકી પોતાના વિચારો દેશવાસીઓ સમક્ષ મૂકી રહ્યા છે. આગામી 30 એપ્રિલે રવિવારે 100મી મન કી બાત થવા જઈ રહી છે, જેના ભાગરૂપે વડાપ્રધાનની 1થી 99 મન કી બાતની સાંભળીને તેનું કન્ટેન્ટ અને ફોટોગ્રાફ્સ લઈને પ્રદર્શન કરવામાં આવી છે. કૃણાલ પટેલ, જીગર શાહ, હિતેશ શાહ, અજય દેસાઇ સહિત એમ.એસ. યુનિવર્સિટીના 35થી 40 વિદ્યાર્થીઓને સાથે લઈને 10 દિવસથી આ પ્રદર્શન તૈયાર કરવામાં આવી છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 1થી 99 મન કી બાતમાં વડાપ્રધાને ગુજરાતનો ક્યાંકને ક્યાંક ઉલ્લેખ કર્યો છે, તેની પણ એક વોલ બનાવવામાં આવી છે. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું છે. અમે આ પ્રદર્શનની ઇ-બુક પણ તૈયાર કરી છે અને એ ઇ-બુકનું પણ આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે ફિઝિકલ બુકમાં બનાવવામાં આવી છે. તેનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આપણે તમામ ગુજરાતીઓ વડાપ્રધાનની 100 મન કી બાત સાંભળીએ અને વડાપ્રધાને આપેલા વિચારો સાથે આપણે આપણું યોગદાન વિકાસમાં આપીએ. આ પ્રસંગે મેયર નિલેશ રાઠોડ, સાંસદ રંજનબેન ભટ્ટ,  સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share :

Leave a Comments