આવતીકાલે CM વડોદરા આવશે: મહી નદીમાં વિશાળ વિયરનું ખાતમુહૂર્ત, સાંસદ કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે

અગાઉ કડાણા ડેમ, દોલતપુરા, વણાકબોરી અને સિંધરોટ વિયરનું નિર્માણ કરાયું

MailVadodara.com - CM-arrives-in-Vadodara-tomorrow-Khatmuhurta-of-huge-weir-in-Mahi-river-will-inaugurate-MP-office

- 429.76 કરોડના ખર્ચે સાવલી તાલુકાના પોઈચા ગામ પાસે મહી નદી પર આ વિશાળ વિયરનું નિર્માણ થશે, 490થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે

વડોદરા અને જિલ્લામાં આવતીકાલે રાજ્યનાં મુખ્યમંત્રી વડોદરા આવશે. જેમાં વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા પાસે મહી નદીમાં વિશાળ વિયરનું ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે. આ કાર્યક્રમ સાથે વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશીના નવિન કાર્યાલય કલેક્ટર કચેરી ખાતે ઊપસ્થિત રહેશે. સાથે અન્ય એક ખાનગી કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

નિર્માણ દેશના ખૂણે-ખૂણે પાણીની સરળ અને પૂરતી ઉપલબ્ધિને પોતાનું લક્ષ્ય બનાવીને એ દિશામાં સતત કાર્યરત એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પાણીની લગતી અનેકાનેક યોજનાઓને સાકાર કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતની પ્રજાને હંમેશા પૂરતું પાણી મળે તેની ખાતરી આપી રહ્યાં છે. આ જ દિશામાં ગુજરાત સરકારનું વધુ એક મક્કમ પગલું એટલે 429.76 કરોડના ખર્ચે સાવલી તાલુકાના પોઈચા ગામ પાસે મહી નદી પર આ વિશાળ વિયરનું નિર્માણ થશે. આ સાથે વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સાંસદ કાર્યાલય અટલ જન સેવા કેન્દ્ર વડોદરા લોકસભાનું ઉદ્દઘાટન કરવાના છે, ત્યારે કલેક્ટર કચેરીથી ખાતે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી વડોદરા આવી રહ્યા છે, ત્યારે વિવિધ ત્રણ જેટલા કાર્યક્રમમાં હાજરી આપવાના છે.


સવલીના પોઇચા મહી નદી પર આ અગાઉ બાંધવામાં આવેલાં અન્ય ડેમ અને વિયરની વાત કરીએ તો, અહીં કડાણા ડેમ, દોલતપુરા વિયર, વણાકબોરી વિયર અને સિંધરોટ વિયરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલના વણાકબોરી વિયર અને સિંધરોટ વિયરની વચ્ચે પોઈચા કનોડા વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સાવલીના 34 ગામ અને ઉમરેઠના 15 ગામને લાભ મળશે આ વિયરનું નિર્માણ થતાં સાવલી તાલુકાના 34 ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના 15 ગામોને લાભ મળશે. સાવલી નગર તેમજ આજુબાજુના 40 જેટલા ગામોની આશરે 77,000 જેટલી વસ્તી માટે પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધિ વધુ સુગમ બનશે. આ વિયરના ઉપરવાસમાં આશરે 15 કિલોમિટર સુધી પાણી ભરાઈ શકશે અને નદીની બન્ને બાજુ 4 કિમીથી વધુ પહોળાઇમાં ભૂગર્ભ જળનું સિંચન થઈ શકશે.

એટલું જ નહિ, આવિયરથી 49 જેટલાં ગામોના આશરે 490થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે. એકંદરે આ વિયરના કારણેભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવશે અને તેની ગુણવત્તામાં પણ સુધાર થશે. જેનાથી આજુબાજુના વિસ્તારને પણ સીધી અને આડકતરી રીતે સિંચાઈનો લાભ મળશે. ખેડૂતોના હિતમાં સતત કામ કરતી ગુજરાત સરકારની આ યોજના થકી સાવલી અને તેની આસપાસના વિસ્તારમાં ખેતીમાં પાણીની સુવિધા મળતા ખેડૂતોની આર્થિક પ્રગતિ થશે.

કૃષિની સાથે સાથે સાવલી એ ઔદ્યોગિક એકમોથી પણ ધમધમતું કેન્દ્ર છે. મહી નદી પર આ વિયર બનવાથી સાવલી અને તેની આસપાસના ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે જેના થકી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.’આ ઉપરાંત, આ વિયર થકી 90 લાખ ચોરસમીટરમાં રચાનારા જળસરોવરને પરિણામે મત્સ્યઉદ્યોગ તથા પશુપાલનનો પણ વિકાસ થશે અને વધુને વધુ લોકોને રોજગારી મળશે. ખેડૂતો, ઉદ્યોગકારો, પશુપાલકો, માછીમારો અને તમામ જનસામાન્ય માટે મહી નદી પર નિર્માણ પામનાર આ વિચર ખરેખર પ્રગતિનું પ્રમાણ બની રહેશે.

Share :

Leave a Comments