વડોદરામાંથી ગેરકાયદે દબાણો હટાવી જપ્ત કરેલો સામાન મુકવા પાલિકા પાસે હવે જગ્યા પણ ના રહી!

પાલિકાના અટલાદરા સ્ટોરમાં 10 હજારથી વધુ લારી-ગલ્લા અને કાઉન્ટરોનો ભરાવો

MailVadodara.com - By-removing-the-illegal-pressure-from-Vadodara-the-municipality-did-not-even-have-a-place-to-store-the-confiscated-goods

- લારી-ગલ્લાના માલિકો સામાન છોડાવી નહીં જાય તો સ્ક્રેપમાં હરાજી કરી દેવાશે


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર અથવા કોર્પોરેશનના પ્લોટમાં થયેલા લારી ગલ્લા વગેરેના દબાણો હટાવવામાં આવે છે ત્યારે જપ્ત કરેલા લારી ગલ્લા, કાઉન્ટરો, હોર્ડિંગ બોર્ડ વગેરે કોર્પોરેશનના અટલાદરા ખાતેના ખુલ્લા સ્ટોરમાં જમા કરવામાં આવે છે. 

હાલ અહીં જપ્ત કરેલા માલ સામાનનો મોટાપાયે ભરાવો થઈ ગયો છે અને હવે સામાન રાખવાની જગ્યા પણ રહી નથી. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ ગઈકાલે આ સ્થળની વિઝીટ કરી હતી અને ભરચક સામાન જોઈને ચોંકી ઉઠ્યા હતા. અહીં કેટલા વખત થી લારી ગલ્લા, કાઉન્ટર, ફ્રુટ રાખવાના ડબ્બા, હોર્ડિંગ્સ બોર્ડ વગેરેનો કેટલો જથ્થો છે તેની વિગતો રજૂ કરવા સૂચના આપી છે. પરંતુ એક અંદાજ મુજબ લારી ગલ્લા, કાઉન્ટર વગેરે આશરે 10,000ની સંખ્યામાં છે. બધી વિગતો આવ્યા બાદ જપ્ત કરેલા સામાનની હરાજી કરવા વિચારાયું છે. વડોદરા કોર્પોરેશને વર્ષ 2017માં આવા જપ્ત કરેલા સામાનની હરાજી કરી હતી ત્યારે આશરે 30 લાખ ઉપજ્યા હતા. જોકે કોર્પોરેશને અગાઉ લારી-ગલ્લાના માલિકોને અટલાદરા સ્ટોરમાંથી સામાન છોડાવી જવા પણ સૂચના આપી કહ્યું હતું કે, જો સામાન વગેરે છોડાવી નહીં જવાય તો સ્ક્રેપમાં હરાજી કરી દેવાશે.


સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના કહેવા મુજબ હાલ અત્યારે અહીં જપ્ત કરેલો નવો સામાન રાખવાની જગ્યા પણ રહી નથી. ચોમાસા દરમિયાન અહીં પડી રહેલો સામાન સડી જાય તે પૂર્વે ભંગારમાં નિકાલ કરી દેવામાં આવશે. બધી લારીઓ અને ગલ્લા કન્ડમ હાલતમાં નથી. ચોમાસામાં સામાન અહીં પલળીને ગંદકી ફેલાવે તે પૂર્વે નિકાલ કરી દેવાશે અને અહીં જગ્યા ખુલ્લી થતાં જપ્ત કરવામાં આવેલ બીજો સામાન રાખી શકાશે.

Share :

Leave a Comments