પાદરાના વડુ ગામમાં NDPSના 2 આરોપીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું

ગેરકાયદેસરના દબાણો ઉપર પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું

MailVadodara.com - Bulldozers-were-deployed-in-Vadu-village-of-Padra-due-to-illegal-pressure-exerted-by-2-NDPS-accused

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામના બે આરોપીના ગેરકાયદેસરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. NDPSના ગુનામાં સંડોવાયેલા આ બંને આરોપીના ગેરકાયદેસર દબાણો દૂર કરી રૂપિયા 5.50 લાખની કિંમતની જમીન ખૂલ્લી કરવામાં આવી હતી. આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.


પાદરા તાલુકાના વડુ ગામના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ (રહે. વડું નવીનગરી તા. પાદરા જિ. વડોદરા) અને અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ (રહે. વડું તા.પાદરા જિ.વડોદરા)ના ગેરદાયદેસર દબાણો પર આજે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રોપી સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદ સામે ગોત્રી, ગોરવા, એસઓજી-વડોદરા, પાણીગેટ, પાદરા અને વડોદરા સિટી પોલીસ મથકમાં મળીને 6 જેટલા એનડીપીએસના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ સામે બાપોદ, વડું અને વાઘોડિયામાં મળીને એનડીપીએસના ત્રણ ગુનાઓ નોંધાયેલા છે.


બંનેના ગેરકાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફેરવી દેવાતા ચકચાર મચી ગઇ હતી. આ કામગીરીમા સલીમભાઈ ઉર્ફે સલામતઅલી હસનભાઈ સૈયદનું 170 ફૂટ જેટલી જગ્યાનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું હતું. જેની અંદાજી કિંમત રૂપિયા 5 લાખ આંકવામાં આવી રહી છે. જ્યારે અનવરભાઈ ઉર્ફે સુરતી કાસમભાઈ શેખની 10 બાય 10 જેટલી જગ્યા પરના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 50 હજાર આંકવામાં આવી રહી છે. બંને કિસ્સામાં મળીને કુલ રૂપિયા 5.50 લાખની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે.

Share :

Leave a Comments