વરણામા હદમાંથી દોઢ વર્ષમાં ઝડપાયેલા રૂા. 1.50 કરોડના દારૂ-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવાયું

બામણ ગામ પાસેની બંધ કપનીમાં 78,993 બોટલ અને ટીનના જથ્થાનો નાશ કરાયો

MailVadodara.com - Bulldozer-turns-over-1-50-crore-worth-of-liquor-and-beer-seized-in-one-and-a-half-years-from-Varanama-limits

- વરણામા પોલીસે મેં 2022થી આજદિન સુધી 69 ગુનામાં દારૂની 48,225 બોટલો અને બિયરના 8,297 ટિન ઝડપી પાડી હતી

વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડેલા દારૂ અને બિયરના જથ્થા ઉપર આજે વરણામા પોલીસે બુલડોઝર ફેરવી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. વરણામા પોલીસ દ્વારા દોઢ કરોડથી વધુ કિમતના ઝડપી પાડેલી વિદેશી દારૂની  48,225 બોટલો અને બિયરના 8,297 ટિન મળી કુલ 78,993 બોટલ અને ટીનના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આ દારુનો નાશ કરજણ તાલુકાના બામણ ગામ પાસે આવેલી એક બંધ કંપનીમાં કરવામાં આવ્યો હતો.


મળેલી માહિતી મુજબ વરણામા પોલીસ દ્વારા મેં 2022થી આજ દિન સુધી કુલ 69 ગુનામાં દારૂની 48,225 બોટલો અને બિયરના 8,297 ટિન મળી કુલ 78,993 બોટલ અને ટીન ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લાં દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ માટે વરણામા પોલીસ દ્વારા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી પૂર્ણ થતાં કાયદાકીય જોગવાઇ પ્રમાણે તેનો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વરણામા પોલીસ મથકના સિનીયર પી.એસ.આઇ. વી.જી. લાંબરીયાએ જણાવ્યું હતું કે, મે-2022થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન વરણામા પોલીસ મથકની હદમાંથી ભારતીય બનાવટનો દારુ અને બિયરના ટીન પકડાયા હતા. 69 જેટલા ગુનામાં ઝડપાયેલા દારુના જથ્થાનો નાશ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન આજે દારુનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દારુ-બિયરનો જથ્થો કરજણ તાલુકાના બામણ ગામ પાસે આવેલી એક બંધ ખાનગી કંપનીમાં કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન નશાબંધિ વિભાગના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અને તેઓની હાજરીમાં દારુની 48,225 બોટલો તેમજ બિયરના 8,297 ટીન ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. અંદાજે રૂપિયા 1.50 કરોડના દારુ-બિયરના ટીન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્લાસ્ટિકની ખાલી બોટલો અને પુઠાના ખોખા પણ સળગાવી દેવાયા હતા.

Share :

Leave a Comments