- આચાર સંહિતા પુરી થયા બાદ તા.૨૪ ફેબ્રુઆરીએ બજેટ મીટિંગ મળશે
વડોદરા જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા આદર્શ આચાર આચાર સંહિતાને લઈ સભા મુલતવી રાખવામાં આવી હતી. વડોદરા જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હોવાથી આચાર સંહિતાના કારણે આ સભાની તારીખ આગામી 24 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આ સાથે જ સભાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ડો.મનમોહનસિંહ અને જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિને અંજલિ આપવા બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી બજેટ મીટિંગ આચાર સંહિતાને કારણે મુલતવી રહી હતી. વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૫-૨૬ના પુરાંતવાળા બજેટને મંજૂર કરવા માટે નવી કલેક્ટર કચેરીમાં મીટિંગ બોલાવવામાં આવી હતી. જોકે વડોદરા જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હોવાથી આચાર સંહિતાના કારણે જિલ્લા પંચાયતના પ્રમુખે બજેટ મીટિંગ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. આચાર સંહિતા પુરી થયા બાદ તા.૨૪ ફેબ્રુઆરીએ બજેટ મીટિંગ મળનાર છે. આ સાથે જ સભાની શરૂઆતમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ડો.મનમોહનસિંહ તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ઈબ્રાહીમ ખાન જ્યાદાને અંજલિ આપવા બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.