વડોદરા છાણી કેનાલમાં આધેડ વયના પુરુષનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડને થથા તુરંત સ્થળ પર પહોંચી બહાર કાઢ્યો હતો. જોકે 50 વર્ષીય આધેડનું ઓળખ થઇ નથી. છાણી પોલીસે આધેડના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.
છાણી વિસ્તારમાં આવેલી કેનાલમાં અવાર નવાર લોકો ડૂબી જવાના બનાવો બનતા હોય છે. શનિવારના રોજ આ કેનાલમાં એક લાશ તરતી હોવાની ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ કરીને લાશને બહાર કાઢ્યો હતો. ત્યારે 50 વર્ષીય આધેડ છે પરંતુ તેની પાસેથી કોઇ ઓળખ પુરાવા નહી મળતા તેની ઓળખ થઇ ન હતી. ફતેગંજ પોલીસે લાશનો કબજે મેળવીને વાલી વારસોની શોધખોળ હાથ ધરી મૃતદેહનુંં પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.