ઉત્તરાયણ નિમિત્તે ખરીદી કરવા આવેલા ગોધરાના યુવકનો મૃતદેહ કારમાંથી મળ્યો, હાર્ટ-એટેકની શંકા

વડોદરાના ગોત્રી રોડ ઉપર ગોકુલ પાર્ટી પ્લોટ પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યો

MailVadodara.com - Body-of-Godhra-youth-who-came-to-shop-for-Uttarayan-found-in-car-suspected-of-heart-attack

- યુવકનું નામ પ્રકાશ વિશાલ પ્રવિનચંદ્ર પટેલ (ઉ.વ.47) છે અને તે વેજલપુરનો છે, તે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લેવા જાય છે સાથે હોસ્પિટલમાં નોકરી કરે છે


વડોદરાના ગોત્રી રોડ ઉપર ગોધરાના યુવકનો કારમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. ગોકુલ પાર્ટી પ્લોટ પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યો છે. મરણ થનાર યુવક ઉત્તરાયણના પર્વને લઈ વડોદરામાં ખરીદી કરવા માટે આવ્યો હતો. પરંતુ યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે કારમાં જઈને સૂઈ ગયો હતો. બાદ સવારે વોક પર નિકળેલા સ્થાનિક વ્યક્તિની કાર પર નજર પડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘટનાને લઈ સ્થાનિક વ્યક્તિએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી. તો તરફ પોલીસને જાણ થતાં ઘટના પર પહોંચીને આગળની તપાસ હાથ ઘરી છે. હાલ તો હાર્ટ-એટેકની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


મળતી માહિતી અનુસાર મરણ થનાર યુવક ગોધરા ખાનગી હોસ્પિટલમાં કર્મચારી તરીકે નોકરી કરે છે. ઉત્તરાયણનો પર્વ હોવાથી યુવક ખરીદી કરવા માટે વડોદરા આવ્યો હતો. જ્યાં તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ઈકો ગાડીમાં પાછળની સીટ પર થઈને સૂઈ ગયો હતો. જ્યાંથી પસાર થતાં સ્થાનિક યુવકની નજર ગાડી પર પડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.


સ્થાનિકે જણાવ્યું કે, કાલની 6 વાગ્યાની આસપાસથી ગાડી પડી હતી. હું 6 વાગે વોકિંગ કરવા નીકળ્યો હતો. ત્યારે ગાડી તો જોઈ હતી પણ અંદર માણસ છે તેના પર નજર નહોતી ગઈ. બાદમાં સવારે ગાડી પર નજર પડતા ખ્યાલ આવ્યો કે, યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું છે. મને લાગ્યું કે અમારા બાજુની ગાડી હતી એટલે મેં હોસ્પિટલમાં વાત કરી હતી. તેથી હોસ્પિટલનો સ્ટાફ આવી રહ્યો છે. યુવક વેજલપુરનો છે. સ્કુલોમાં છોકરાઓને લેવા જાય છે અને સાથે હોસ્પિટલમાં નોકરી પણ કરે છે મરણ થનાર યુવકનું નામ પ્રકાશ વિશાલ પ્રવિનચંદ્ર પટેલ છે.


આ બનાવમાં તપાસ કરનાર અધિકારીઓ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ ગોધરાના હોવાનું સામે આવી છે અને તેઓની ઉંમર 47 વર્ષની છે. તેઓના પરિવારને હાલ બોલાવવામાં આવ્યા છે અને મૃતદેહનો કબજો લઈ શહેરી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ મોત અંગેનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં ગોત્રી પોલીસે ફરિયાદ નોંધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments