વાઘોડિયાનાં સરણેજ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 22 વર્ષના યુવાનનો મૃતદેહ મળ્યો

પત્ની પિયર ચાલ્યા જતાં બે વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો, 4 દિવસ પછી મૃતદેહ મળ્યો

MailVadodara.com - Body-of-22-year-old-youth-found-in-Narmada-canal-passing-through-Sarnej-village-of-Waghodia

- મનમાં લાગી આવતા 23મીએ રાત્રે કોઈને જાણ કર્યા વગર બાઇક લઇ નીકળેલા યુવકે હાલોલ તાલુકાના કડાછલા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મુક્યું હતું


વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી હાલોલ તાલુકાના માંડવી ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનની પત્ની પિયર ચાલ્યા જતાં તેણે બે વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. પત્ની વિયોગમાં આપઘાત કરી લેવાના આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયાનાં જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનાં સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ યુવાન હાલોલ તાલુકાના માંડવી ગામનો 22 વર્ષીય જસવંત રાઠવા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, જસવંતના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા. પતિ સાથે ખટરાગ થતાં પત્ની પિયર જતી રહી હતી. આથી, પતિ જસવંતને મનમાં લાગી આવતા તારીખ 23/12/2024 સોમવારે રાત્રે ઘરમાં કોઈને જાણ કર્યા વગર પોતાની બાઇક લઇ નીકળી ગયો હતો અને હાલોલ તાલુકાના કડાછલા ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલની બાજુમાં બાઇક મૂકીને કેનાલમાં પડતું મૂકી દીધું હતું. દરમિયાન પરિવાર શોધખોળ કરવામાં આવી હતી પરંતુ, કોઇ પત્તો લાગ્યો ન હતો.


આ તપાસ દરમિયાન આજે સવારે વાઘોડિયા તાલુકાના સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં રાહદારીએ મૃતદેહ તરતો જોતાં જરોદ પોલીસને જાણ કરી હતી. જરોદ પોલીસને કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બનાવની જાણ પરિવારજનોને કરતા તુરંત જરોદ રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments