આવતીકાલથી બોર્ડની પરિક્ષા શરૂ, વિદ્યાર્થીઓ-વાલીઓ બેઠક વ્યવસ્થા જોવા આજે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં 77 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપશે

MailVadodara.com - Board-exams-start-from-tomorrow-student-parents-reached-the-exam-center-today-to-see-the-seating-arrangement

- ધોરણ 10ની 14થી 28 માર્ચ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની 14 માર્ચથી 29 માર્ચ સુધી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલુ રહેશે

આવતીકાલથી રાજય ભરમાં બોર્ડની પરિક્ષા શરૂ થઇ રહી છે. જેને લઇને રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. સાથે જ વાલીઓ પણ ખૂબ આતુર છે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.


ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં 77 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપવા જઇ રહ્યા છે. ધોરણ- 10માં ચાર ઝોન તેમજ ધોરણ- 12માં 2 ઝોન વાઇઝ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આજે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે પોતાના સેન્ટર પર પહોંચ્યા હતા. કોરોના પછી આ પહેલીવાર બોર્ડની પરિક્ષા યોજાઇ રહી છે. આજે વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ બેઠક વ્યવસ્થા જોવા સેન્ટર પર આવી પહોંચ્યા હતા.

જિલ્લા શિક્ષણ અધિકારી આર. આર. વ્યાસે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ પરિક્ષા આપશે. 2017થી વડોદરા સેન્ટ્રલ જેલમાં દર વર્ષે કાચા અને પાકા કામના કેદીઓ કે જેઓ પોતાનો અભ્યાસ છોડીને આવ્યા છે અને પૂરો કરી શકે તે હેતુથી ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષા યોજાય છે. જેમાં આ વર્ષે 19 જેટલા કેદીઓ પરિક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 13 કેદીઓ અને ધોરણ 12માં 6 જેટલા કેદીઓ છે. જેલમાં જ પરિક્ષા કેન્દ્ર ગોઠવવામાં આવે છે. અને અહીં જ કેદીઓ પરિક્ષા આપે છે.


અત્રે ઉલ્લેખનીય છે ગત વર્ષે દેશમાં કોરોનાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી હતી. આ દરમિયાન જે વિદ્યાર્થીઓ સંક્રમણને કારણે એક પરીક્ષામાં બેસી શક્યા ન હતા તેમના માર્કસની ગણતરી બીજી પરીક્ષાના આધારે કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી હવે CBSE દ્વારા નાબૂદ કરવામાં આવી છે. કોરોનામાંથી સાજા થયા બાદ આ વખતે બોર્ડની પરીક્ષા 100% અભ્યાસક્રમ સાથે લેવાશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી.

Share :

Leave a Comments