- ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલ માય શાનેન સ્કૂલમાં કેમ્પનું આયોજન કરાયું હતું
ગત રોજ તારીખ ૧૯/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન અને સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખોડીયાર નગર ચાર રસ્તાથી અંદર આવેલ માય શાનેન સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. ધ્વનિ બ્લડ બેંક ના માધ્યમથી આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને કાર્યક્રમને સફળ બનાવવામાં સૌ સંસ્થાના કાર્યકર્તા મિત્રોના સાથ સહકાર થી સારી માત્રામાં બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. તમામ ડોનર ને તુલસીના છોડ, સર્ટિફિકેટ, ગિફ્ટ અને મેડિકલ લેબોરેટરી ડિસ્કાઉન્ટ જેવાં એપ્રિશિયેશન આપવામાં આવ્યાં. સાથે જ સહયોગી સંસ્થાઓ જે.એન.વી સેના અને ટ્રસ્ટપથ લેબોરેટરી નો પણ સહકાર રહ્યો હતો.
હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન સંસ્થાના સ્થાપક તેજભાઈ શાહ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં જરૂરિયાતમંદ પરિવારના સભ્યોને જરૂરિયાત મુજબ બ્લડની સેવા લાઈવ ડોનર કે ધ્વનિ બ્લડ બેંક ના સહયોગ થી પૂરી પાડવામાં આવે છે.
વડોદરામાં જ્યારે પણ કોઈ વ્યક્તિને બ્લડ ની જરૂરિયાત હોય તો સંસ્થાના સ્થાપક તેજભાઈ શાહ નો +૯૧ ૯૨૬૫૨૦૩૫૦૫ નંબર પર સંપર્ક કરવો...