ગત મોડીરાત્રે દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અડફેટે શહેરના હરણી વિસ્તારમાં રહેતા બાઈક ચાલકનું મોત નીપજતા મૃતકના સસરાની ફરિયાદના આધારે હરણી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરજીપુરા એરફોર્સ બ્રિજ ઉપર સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર ગત મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવારનું મોત નીપજ્યું છે. બાઈક ચાલક 30 વર્ષીય અભિષેક જયેશભાઈ ઠાકોર (રહે -રાજેશ્વર ગેલેક્સી, હરણી પોલીસ સ્ટેશન પાછળ)ને અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.