ડભોઇના અકોટી પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલક યુવાનને અડફેટે લેતા સ્થળ પર મોત

18 વર્ષીય વિજય વહેલી સવારે ઘરેથી ફણગાવેલા મગ વેચવા ગયો હતો

MailVadodara.com - Bike-rider-dies-on-the-spot-after-being-hit-by-a-speeding-car-near-Akoti-in-Dabhoi

- કાર એટલી સ્પીડમાં હતી કે, મોટર સાઇકલને અડફેટમાં લીધા બાદ પલટી ખાઇ ગઇ હતી, આસપાસના લોકોએ કારચાલક સહિતના પરિવારને બહાર કાઢ્યો

વડોદરાના ડભોઇ તાલુકાના અકોટી ગામ પાસે પૂરપાટ પસાર થઇ રહેલી કારે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું મોત હતું. જ્યારે કારમાં સવાર પરિવારને ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. બીજી બાજુ ચાંદોદ પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


મળેલી માહિતી પ્રમાણે ડભોઇ નગરના નવાપુરા બિલવાડા શીખ મહોલ્લામાં રહેતો અને છૂટક ધંધો-મજૂરી કરતો વિજયભાઈ બુધાભાઈ વાઘરી (ઉં.વ 18) વહેલી સવારે ઘરેથી ફણગાવેલા મગ (વૈડાં) વેચવા માટે ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક પછી એક ગામમાં ફરીને અકોટી ગામે ગયો હતો. અકોટી ગામમાં પોતાનો ફણગાવેલા મગનો વેચાણ કર્યા બાદ ગામના મુખ્ય માર્ગ ઉપર આવ્યો હતો.


અકોટી ગામના મુખ્ય માર્ગ નજીકના મકાનમાં ફણગાવેલા મગ આપી યુવાન ગ્રાહક પાસેથી પૈસા લઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ પસાર થઇ રહેલી કારે વિજયને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર પરિવારને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, મોટર સાઇકલ ચાલકને અડફેટમાં લીધા બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. કાર પલટી ખાતાજ કારમાં સવાર પરિવારે રોકકડ શરૂ કરી દીધી હતી.


આજે સવારે બનાવ બનતા જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને કારમાં ફસાયેલા કાર ચાલક સહિત પરિવારને બહાર કાઢી હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા. બીજી બાજુ કારની અડફેટે લેતા મોતને ભેટેલા વિજય વાઘરીના પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ અકોટી ગામે દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ ચાંદોદ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

ચાંદોદ પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે સ્થળ પરથી પ્રાથમિક વિગતો મેળવી કાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કરી કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે ડભોઇ તાલુકાના અકોટી ગામ પાસે બનેલા આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.


આ બનાવની જાણ થતા ડભોઇ દોડી આવેલા મૃતકના પિતરાઇ ભાઇએ જણાવ્યું હતું કે, અમોને વિજયના મોતના સમાચાર મળતા અમે આવી પહોંચ્યા હતા. તપાસ કરતા એવી માહિતી મળી કે, મારો ભાઇ વિજય રોડના નાકા ઉપર ગ્રાહક પાસે પૈસા લેવા માટે ઉભો હતો. તે સમયે પસાર થઇ રહેલી કારે તેને અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું છે.

Share :

Leave a Comments