વડોદરામાં અટલ બ્રિજ નીચે લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

મૃતક ફતેસિંગ પરમાર રાત્રે 11 વાગે બાબરી પ્રસંગમાંથી ઘરે જઇ રહ્યા હતા

MailVadodara.com - Bike-rider-dies-after-being-hit-by-luxury-bus-driver-under-Atal-Bridge-in-Vadodara

- લક્ઝરી બસનો ચાલક અકસ્માત કરીને ભાગી ગયો

વડોદરા શહેરના અટલ બ્રિજ નીચે વીર સાવરકર સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું અને લક્ઝરી બસનો ચાલક ભાગી છુટ્યો હતો. આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી શ્રી શક્તિ સોસાયટીમાં રહેતા તેજસભાઇ પરમાર (ઉ.26)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.23 એપ્રિલના રોજ હું મારા પરિવાર સાથે કોયલી સાગર પ્લાઝા ખાતે મારા ભાણીયાની બાબરીમાં હાજર હતો. તે સમયે રાત્રે 11 વાગ્યે મારા કાકા ફતેસિંગ અંબાલાલ પરમાર (ઉ.45) બાઇક લઇને ઘરે જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન રાત્રે 12 વાગ્યે મારા કાકાના મોબાઇલમાંથી ફોન આવ્યો હતો અને કોઇએ મને જણાવ્યું હતું કે, તમારા કાકાની બાઇકને રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અટલ બ્રિજ નીચે લક્ઝરી બસનો ચાલક અકસ્માત કરીને ભાગી ગયો છે અને તેમને માથા અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તમારા કાકા ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેથી અમે તુરંત ગોત્રી હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં મારા કાકાનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

આ ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને લક્ઝરી બસના ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments