ભરૂચ દુષ્કર્મ કેસ : ઝારખંડ સરકારના મંત્રીએ બાળકી અને પરિવારજનો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી

દુષ્કર્મનો ભોગ બનનાર ઝઘડિયાની બાળકી વડોદરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

MailVadodara.com - Bharuch-rape-case-Jharkhand-government-minister-met-the-girl-and-her-family-to-know-the-situation

- ઝારખંડના પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહે કહ્યું, બાળકીની હાલત નાજુક છે, તેની સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરુર હશે તો પણ લઇ જવા તૈયાર છે

- હોસ્પિટલના RMOએ કહ્યું હતું કે, બાળકીને અહીં બેસ્ટ સારવાર મળી રહી છે


ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. બાળકી હાલ વડોદરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી સહિતની ટીમ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. 

વડોદરા સિવિલમાં બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી હતી. સાથે કહ્યું હતું કે, બાળકીની હાલત નાજુક છે. જો તેની સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરુર હશે તો ઝારખંડ સરકાર લઈ જવા માટે તૈયાર છે. તો બીજી તરફ હોસ્પિટલના RMOએ કહ્યું હતું કે, બાળકીને અહીં બેસ્ટ સારવાર મળી રહી છે. જરુર પડે તો સર્જરી અંગે નિર્ણય કરાશે.

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીની હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેના ખબર અંતર પૂછવા માટે ઝારખંડ સરકારમાં કોંગ્રેસના મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે આવી પહોંચ્યા હતા. દુષ્કર્મ પીડિતા, તેના પરિવારજનો અને તબીબો સાથે મુલાકાત ક્રી હતી. બાદમાં કહ્યું હતું કે, બાળકીની હાલત નાજુક છે. તેને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરુર હશે તો ઝારખંડ સરકાર તૈયાર .

ઝારખંડના પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ઝારખંડ સરકારે ત્રણ સભ્યોની ટીમ મોકલી છે. બાળકીને સારી સારવાર મળે તે માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમને અહીં મોકલ્યા છે. ઝારખંડ સરકાર તરફથી બાળકીના પરિવારને ચાર લાખની સહાય કરવામાં આવી છે. બાળકીને અહીથી એર લિફ્ટ કરીને અન્ય રાજ્યમાં સારવાર જોઇતી હોય તો પણ અમારી તૈયારી છે. આરોપીઓને સખતમાં સખત સજા મળે તેવી અમારી માંગ છે. આરોપી પણ ઝારખંડનો છે પણ આરોપી કોઇપણ હોય સજા મળવી જોઇએ.

મહિલા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જો પ્રવાસી મજૂરો સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો ગુજરાત સરકારે જોવું જોઈએ. ઝારખંડના મજૂરો જો અહીંથી જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ્પ થઈ જશે. આવી ઘટનામાં રાજકારણથી દૂર રહી બાળકીને સારી સારવાર કઈ રીતે મળે તેના પર ધ્યાન આપવું પડશે.

વડોદરાની સયાજી હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતુ કે, બાળકીની સ્થિતિ ગંભીર ગણી શકાય, તેની તબિયતમાં સુધારો છે. નિષ્ણાંત તબીબો યોગ્ય ધ્યાન આપી રહ્યા છે તેને બેસ્ટ સારવાર મળશે. ઝઘડિયામાં નરાધમ દ્વારા બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ જે રીતે ક્રુરતા આચરવામાં આવી છે તેના કારણે ગંભીર ઈજાઓ પહોંચી છે. 

RMOએ કહ્યું હતું કે, બાળકીને સર્જિકલ ઓપરેશન થિયેટરમાં શિફ્ટિંગ કરવામાં આવશે. જ્યાં તમામ વિભાગના તબીબોનો ઓપિનિયન મેળવી સર્જરી અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ કોઈ તબીબને અન્ય સેન્ટરમાંથી બોલાવાયા નથી. જરુર પડશે તો મદદ લેવાશે.

Share :

Leave a Comments