વુમેન્ટ્સ ડે ગીફ્ટ ના નામથી વાઈરલ થયેલ લિંકથી સાવધાન

ફેક લિંક થકી થતો દાવો

MailVadodara.com - Beware-of-links-going-viral-in-the-name-of-Womens-Day-gifts

- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આડમાં સાઈબર અપરાધીઓ મહિલાઓનો પર્સનલ ડેટા ચોરી કરવા માટે ડીમાર્ટ ના નામની ફેક લિંક વાઈરલ કરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આડમાં સાઈબર અપરાધીઓ ધ્વારા જે ફેક લિંક વાઈરલ કરી છે,તે લિંક ના માધ્યમથી સાઈબર અપરાધીઓ તમામ મહિલાઓને જણાવી રહયા છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી નીમીત્તે ડીમાર્ટ તરફથી જે મહિલાઓ આ લિંક પર ક્લીક કરશે અને મિસ્ટ્રી બૉક્સ પર ક્લીક કરશે તો તે 6000 રુપિયા જીતશે,એકવાર 6000 રુપિયા જીતી લીધા બાદ તે મહિલાએ રુપિયા મેળવવા માટે ફરજીયાત પણે ડીમાર્ટ ના નામની ફેક લિંકને 5 વૉટ્સએપ ગ્રુપ્સ પર કાંતો 20 વૉટ્સએપ યૂઝર્સ ને મોકલવી પડશે,અને ત્યારબાદ એક રજીસ્ટ્રેશન ફ્રોમ ફરજીયાત પણે ભરવું પડશે જેમાં પર્સનલ ડેટા જેમકે નામ,સરનામું મોબાઈલ નંબર જેવી વિગતો ભરવી પડશે અને ત્યારબાદ પાંચ થી સાત દિવસમાં 6000 રુપિયા તેમને મળી શકશે.

ફેક લિંક નું 360 ડિગ્રી માઈકો એનાલીસીસ

સાયબર ઠગાઈના પેતરાઓનો પર્દાફાશ કરવામાં નિષ્ણાંત મયુર ભૂસાવળકર  ધ્વારા  ફેક લિંક નું 360 ડિગ્રી ટેકનીકલ એનાલીસીસ કરવામાં  આવતા ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી કે આ વેબસાઈટ ને માર્ચ મહિનાની ત્રીજી તારીખે જ હોસ્ટ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને વૉટ્સએપ થકી વાઈરલ કરવામાં આવી છે. તેના ડોમેઈન ને ચેક કરતાં સર્વર લોકેશન,અક્ષાંશ અને રેખાંશની માહિતી તેમજ સ્થળ ની માહિતી અનનોન રાખી હતી,લિક પર ક્લીક કરનારને  મુખ્ય ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે,

શું તમે ડિમાર્ટ ને ઓળખો છો ,તમારી ઉંમર શું છે,તમે ડિમાર્ટ માટે શું વિચારો છો,આવા ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે,ત્યારબાદ મિસ્ટરી બોક્સ યૂઝર  સામે રજૂ કરવામાં આવે છે અને યૂઝર ને તેન પર ક્લીક કરવાનું હોય છે, તેનું અલ્ગોરિધ્મ એ પ્રકારે સેટ કરેલ હોય છે કે કોઈપણ યૂઝર બીજીવાર ક્લીક કરશે ત્યારબાદ જ તે 6000 રુપિયા  મિસ્ટરી બોક્સમાંથી બહાર આવશે અને તેને મેળવવા માટે યૂઝરે આ ફેક લિંકને પાંચ વૉટ્સએપ ગ્રુપ્સ અથવા 20 જણાને વૉટ્સએપ પર મોકલવી પડશે,પરંતુ અહીંયા પણ એવું અલ્ગોરિધમ નિર્ધારિત કરવામાં આવ્યું છે ,યુઝરને તે 90 જણને વૉટ્સએપ પર મોકલ્યા બાદ જ સ્ટેટ્સ બાર 100% પૂર્ણ થાય છે,આ પ્રકારની તમામ બાબત પૂર્ણ થયા બાદ યૂઝર્સ ને અંતિમ તબક્કામાં લે જવામાં આવે છે ત્યાં સાઈબર અપરાધીઓ ગેમ રમે છે,ત્યાં યૂઝર પાસે વેરીફીકેશન મેથડ અનુસરવાનું કહેવામાં આવે છે,જેમાં તેને મોબાઈલ ડીવાઈસ વેરીફાય કરવાનું,સર્વે લિંક પર ક્લીક  કરવાનું  તેમજ ફોન વેરીફીકેશન કરવાનું કહેવામાં આવે છે તે થકી સાઈબર અપરાધી યૂઝર મોબાઈલને નિયંત્રણ મેળવવાનો પ્રય્ત્ન કરે છે,યૂઝર નું નામ,સરનામું અને મોબાઈલ નંબર જેવી અંગત માહિતી મેળવી લેવામાં આવે છે અને ત્યારબાદ ત્રાહિત વેબસાઈટ પર યૂઝર ને ડાઈવર્ટ  કરીને પેસીવ ઈન્કમ  માટે યૂઝરને ધકેલવાનો કારસો રચવામાં આવે છે,તેમજ 6000 રુપિયા ક્લેઈમ કરવા માટે યૂઝર ની બેંક માહિતી પણ મેળવવામાં આવી રહી છે,આમ આ લિંક ફેક અથવા ભ્રામક  છે,અને ડિમાર્ટ ને આ લિંક સાથે કોઈ સંબધ નથી.

ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:

(1) લાલચ આપતી આવી લિંકો થી દૂર રહેવું જોઈએ , તેમજ તેને ફોરવર્ડ કરવાથી પણ બચવું જોઈએ.

(2) ઈન્ટરનેટ પર કાર્ય કરતી વેળાએ ઝીરો ટ્રસ્ટ પોલિસી ને અનુસરવું જોઈએ.

(3) પોતાનો પર્સનલ ડેટા કોઈપણ ત્રાહિત વ્યક્તિ સાથે ક્યારેય શેર કરવો જોઈએ નહીં.

(4) કોઈપણ લિંક પર ક્લિક કરતાં પહેલા તે લિંક ને એન્ટીવાઈરસ સોફ્ટવેરથી સ્કેન કરવી જરુરી છે,સાથે બોટ રિમૂવલ ટૂલ નો ઉપયોગ કરી શકાય.

(5) જો આર્થિક નુકસાન થાય તો 1930 પર કોલ કરીને ત્વરિત ફરીયાદ દાખલ કરવી જોઈએ.

Share :

Leave a Comments