અભ્યાસ માટે અમેરિકા જતાં પહેલાં સગીરા મિત્ર સાથે લગ્નની જીદે ચડી, માતાએ અભયમની મદદ લીધી

મકરપુરા વિસ્તારની સગીરાને 23 વર્ષીય યુવક મિત્ર સાથે પ્રેમ થયો હતો

MailVadodara.com - Before-leaving-for-America-to-study-the-mother-sought-Abhayam-help-insisting-on-marrying-a-younger-friend

- અભયમે સગીરાને કાયદાની સમજ આપી, દીકરી માની જતાં માતાએ હાશકારો અનુભવ્યો

વડોદરા સહિત સમગ્ર રાજયમાં અભયમ હેલ્પલાઇન ખુબજ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આજ-કાલ મહિલાઓ, સિનિયર સિટીઝન સહિત્ય યુવતીઓ માટે ખુબજ અસરકારક કામગિરી કરી રહીં છે. ત્યારે મકરપુરા વિસ્તારમાંથી એક સગીર વયની દીકરીની માતાનો કોલ મળ્યો હતો અને અભ્યાસ અર્થે અમેરિકા જવા પૂર્વે લગ્નની જીદે ચડતા અભયમ સ્થળ પર પહોંચી હતી.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી સગીરાની માતાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવેલ કે, પોતાની 17 વર્ષની દીકરી તેના 23 વર્ષના મિત્ર સાથે લગ્ન કરવાં જીદે ચડેલ છે. જેને અભ્યાસ માટે અમેરિકા મોકલવાની છે, જેને યોગ્ય માર્ગદર્શન આપવા અભયમ રેસ્કયૂ ટીમ સ્થળ પર પહોંચી હતી અને અસરકારક કાઉન્સિલિંગ કર્યુ હતું.

સગીરાને સમજાવતા અભયમ ટીમે જણાવ્યુ કે, લગ્નની જીદ છોડી પોતાનાં અભ્યાસ પર ઘ્યાન આપવું જોઈએ. અત્યારે લગ્નની ઉંમર નથી. અભ્યાસ કરતાં 23 વર્ષીય યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો અને અભ્યાસ ન કરી લગ્નની જીદ કરતાં માતા પરેશાન થઈ આખરે અભયમની મદદ લીધી હતી.

અભયમ દ્રારા સગીરાને સમજાવવામાં આવી હતી અને આ ઉંમરે કાયદાકિય રીતે લગ્ન કરી શકાય નહીં. ઉપરાંત અત્યારે કેરિયર બનાવવા અભ્યાસમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પરિવાર આટલો ખર્ચ કરી આગળ અભ્યાસ માટે વિદેશ મોકલતા હોય તો તે સ્વીકારી અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. આમ અસરકારક રીતે માર્ગદર્શન આપતા તે લગ્નની જીદ નહી કરે અને અમેરિકા અભ્યાસ માટે જશે તેવી સહમતી આપતા આખરે માતાએ હાશકારો અનુભવ્યો હતો.

Share :

Leave a Comments