દિવાળી અને નવા વર્ષની ઉજવણી નિમિત્તેની પૂર્વ તૈયારીઓ ઘરે-ઘરે થઈ રહી છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આગામી તા.15થી તા.19મી સુધી વિવિધ રીપેરીંગ માટે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાક માટે વીજ પુરવઠો અપાશે નહીં.
દિવાળી-નવા વર્ષની ઉજવણી નિમિત્તે ઘરે-ઘરે તૈયારીઓ આગામી દિવસોમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો સતત ચાર કલાક સુધી આગામી પાંચ દિવસ સુધી આપવામાં આવશે નહીં. જેમાં તા.15મીએ અકોટા સબ ડિવિઝન સરસ્વતી ફીડર વિસ્તારની આંગન સોસાયટી સેવાશ્રય સોસાયટીની આજુબાજુનો વિસ્તાર તથા ફતેગંજ સબ ડિવિઝન આનંદ નગર ફીડર અને ગોત્રી સબ ડિવિઝન વહાણવટી ફીડર આસપાસના વિસ્તારમાં આગામી તા.15મીએ સવારે 7 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. એવી જ રીતે બીજા દિવસે તા.16મીએ વાસણા સબ ડિવિઝન રાધેશ્યામ ફીડર સહિત સમા સબ ડિવિઝન અને મોડર્ન ફીડર આસપાસના વિસ્તારમાં પણ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.17મીએ ગોરવા સબ ડિવિઝન સહયોગ ફીડર વિસ્તાર સહિત અકોટા સબ ડિવિઝન દુર્ગાનગર ફીડર તથા ગોત્રી સબ ડિવિઝન પસાભાઈ પાર્ક ફીડર આસપાસના વિસ્તારમાં પણ નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે.
આ ઉપરાંત ફતેગંજ સબ ડિવિઝન હાર્મોની ફીડર આસપાસના વિસ્તાર સહિત સમા સબ ડિવિઝન પીલોલ ફીડર આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તા.18મીએ રીપેરીંગ અર્થે નિયત સમયે બંધ રહેશે. આ ઉપરાંત અકોટા સબ ડિવિઝન સ્વાગત ફીડર આસપાસના વિસ્તાર સહિત ગોત્રી સબ ડિવિઝન રાજેશ ટાવર ફીડર આસપાસના વિસ્તાર અને લક્ષ્મીપુરા સબ ડિવિઝન આર્કસ ફીડર આસપાસના વિસ્તારમાં પણ નિયત સમયે વીજ પુરવઠો આપી શકાશે નહીં. તેમ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.