બરોડા ડેરીએ દૂધના ભાવમાં 1 લિટરે રૂપિયા 2નો ભાવ વધારો કર્યો, ભાવ વધારો આજથી અમલમાં

7 મહિનામાં ફરી એકવાર શહેરીજનોના માથે દૂધનો ભાવ વધારો ઝીંકાયો

MailVadodara.com - Baroda-Dairy-has-hiked-milk-prices-by-Rs-2-per-litre-with-the-price-hike-effective-from-today

- મેમાં યોજાનાર ચૂંટણી સુધી જી.બી.સોલંકી કાર્યકારી પ્રમુખ પદે ચાલુ રહેશે


બરોડા ડેરીએ 7 માસમાં ફરી દૂધનો ભાવ વધારો ઝીંક્યો છે. આ વખતે બરોડા ડેરીએ દૂધની તમામ બ્રાન્ડમાં 1 લિટરે રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારો આજથી એટલે કે 1 એપ્રિલથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બરોડા ડેરીએ ઓગસ્ટ 2022માં ગોલ્ડમાં 5 લિટરે રૂા.10, તાઝામાં લિટરે રૂા.2નો વધારો ઝીંક્યો હતો. જ્યારે માર્ચ 2022માં શક્તિ અને ગોલ્ડમાં લિટરે રૂા.2નો ભાવ વધારો ઝીંકાયો હતો.


અમૂલ દ્વારા થોડા સમય પહેલાં દૂધનો ભાવ વધારો જાહેર કરાયા બાદ બરોડા ડેરીએ પણ દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો છે. જેને કારણે અમુલ ગોલ્ડનું અડધો લીટરનું પાઉચનો ભાવ પહેલાં રૂા.31 હતો તે આજે તા.૧લી એપ્રિલથી રૂા.32 થશે. બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખે આપેલા રાજીનામા બાદ ગતરોજ ૩૧ માર્ચે મળેલી બોર્ડ મીટિંગમાં અધ્યક્ષ પદ ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ નિશાળીયાએ સંભાળ્યું હતું. આ મીટિંગમાં તેમણેે જણાવ્યું કે, પશુ આહારની ચીજો અને ઘાસચારાના ઊંચા ભાવ, ગેસ, વીજળી અને મજૂરીના ભાવ વધારા જેવા કારણોની ચર્ચા કરી દૂધ ઉત્પાદકોને કિલોફેટે રૂા.૨૦નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી હવે તેમને કિલોફેટે રૂા.૭૭૦નો ભાવ મળશે.આ ઉપરાંત આવતા મહિને પ્રમુખ-ઉપપ્રમુખની નવી ચૂંટણી આવી રહી હોવાથી થોડા સમય પહેલાં ડેરીના કાર્યકારી પ્રમુખ જી બી સોલંકીએ આપેલું રાજીનામું બોર્ડની મીટિંગમાં નામંજૂર કરી તેમને હાલપુરતા ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.  

ડેરીની બોર્ડ મિટિંગમાં ડિરેક્ટરો દ્વારા નિર્ણય લેવાયો કે, મે 2023માં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ત્યાં સુધી ડિરેક્ટર જી.બી.સોલંકી કાર્યકારી પ્રમુખ પદે ચાલુ રહેશે. ઉલ્લેખનિય છે કે, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા જી.બી.સોલંકીએ 22 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું. 


દૂધમાં ભાવ વધારો
દૂધનો પ્રકારજૂનોનવો
અમૂલ ગોલ્ડ (500 મિલી)રૂા. 31રૂા. 32
અમૂલ ગોલ્ડ (5 લિટર)રૂા. 310રૂા. 320
અમૂલ શક્તિ (500 મિલી)રૂા. 28~29
અમૂલ શક્તિ (5 લિટર)રૂા. 260રૂા. 270
અમૂલ ગાય (500 મિલી)રૂા. 26રૂા. 27
અમૂલ તાઝા (500 મિલી)રૂા. 25રૂા. 26
અમૂલ તાઝા (6 લિટર)રૂા. 288રૂા. 312
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ (500 મિલી)રૂા. 22રૂા. 23

Share :

Leave a Comments