કારેલીબાગની સોસાયટીના ઘરમાંથી તસ્કરો 30 કિલો ચાંદી સહિત બારબોરની બંદુક ચોરી ગયા

અમિતનગર સોસાયટીમાં રહેતું દંપતી ઘર બંધ કરી ઉપરના માળે બેડરૂમમાં ઊંઘી ગયું હતું

MailVadodara.com - Barbour-gun-along-with-30-kg-of-silver-stolen-by-smugglers-from-a-society-house-in-Karelibagh

- તસ્કરોએ કસ્ટડી રૂમમાંથી 30 કીલો ચાંદી રૂપિયા 1.75 લાખ તથા લાયસન્સવાળી બારબોરની બંદુક 6.50 લાખ મળી 8.25 લાખની મત્તાની ચોરી ફરાર થઈ ગયા

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવોમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વીઆઈપી રોડ પર આવેલી અમિતનગર સોસાયટીમાં દંપતિ મકાન બંધ કરીને બેડરૂમમાં ઊંઘી ગયું હતું. ત્યારે તસ્કરોએ બારીના સળિયા કાપીને કસ્ટડી રૂમમાં પ્રવેશ્યા હતા. 30 કિલો ચાંદીની વસ્તુ અને એક લાઇસન્સ વાળી બંદૂક મળી રૂપિયા 8.25 લાખની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. હરણી પોલીસે તસ્કરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલી અમિત નગર સોસાયટીમાં રહેતા સ્નેહલભાઈ ઉમેશકુમાર જોષીએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શનનો વેપાર કરું છું. 28 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 1 વાગ્યાના સુમારે હું તથા મારી પત્ની વિધી જોષી અમારૂ ઘર બંધ કરી ઉપરના માળે અમારા બેડરૂમમા સૂઇ ગયા હતાં. વહેલી સવારના સાડા છ વાગ્યાના સુમારે જાગીને નીચે આવતા અને કસ્ટડી રૂમમાં જોતા તે રૂમની પાછળની બારીના સળીયા કોઈ ઈસમે કાપી નાખી વાળી દીધેલા હતા.

મેં તથા મારી પત્નીએ અમારા ઘરમાં તપાસ કરતા મારા પિતા ઉમેશકુમારના ઉપરના માળે આવેલ બેડરૂમમાં જઈને જોતા તેમના રૂમના કબાટના દરવાજા ખુલ્લા હતા અને તેનો સામાન બેડ ઉપર વેર વીખેર પડેલો હતો. જેથી ચોરી થયેલાનુ માલુમ પડતા અને અમે તપાસ કરતા જે મારા પિતાના બેડરૂમમાં આવેલ કબાટમાં મુકેલ ચાંદીના વાસણો તથા મારા પિતાની બારબોરની બંદુક જોવા મળી ન હતી. જેથી તસ્કરોએ કસ્ટડી રૂમમાંથી 30 કીલો ચાંદી રૂ. 1.75 લાખ તથા લાયસન્સવાળી બારબોરની બંદુક રૂ. 6.50 લાખ મળી રૂ. 8.25 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments