વડોદરા, ભરૂચ અને છાયાપુરી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તા.10 નવેમ્બર સુધી પ્રતિબંધ

તહેવારોમાં અવ્યવસ્થા ન થાય તે માટે રેલ્વે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો

MailVadodara.com - Ban-on-sale-of-platform-tickets-at-Vadodara-Bharuch-and-Chhayapuri-stations-till-November-10

આગામી તહેવારોની સિઝન દરમિયાન વધુ સારી ભીડ વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા ડિવિઝનના વડોદરા, ભરૂચ અને છાયાપુરી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ નિર્ણય એટલા માટે લેવામા આવ્યો છે કે પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

દિવાળી તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી 10 નવેમ્બર 2024 સુધી લાગુ રહેશે. મુસાફરીને સરળ બનાવવા માટે, વરિષ્ઠ નાગરિકો અને તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તહેવાર દરમિયાન સરળ અને સલામત મુસાફરી અનુભવ માટે તે મુજબ આયોજન કરે અને નવા નિયમોનું પાલન કરે એવી વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણય મુસાફરોને અગવડ ન પડે અને કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે વડોદરા રેલ્વે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર મુસાફરો પ્રવેશે અન્ય લોકો પ્લૅટફૉર્મ ટિકિટ ન ખરીદે અને વધું ભીડ ન થાય તે માટે આ નિર્ણય રેલ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.

Share :

Leave a Comments