- આશિષ જોશીની માંગ અભરાઈએ ચઢાવી દેવામાં આવી, છેવટે કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો
- કોઈપણ કાંડ બાદ ઉચ્ચ અધિકારીઓને બચાવી લેવાની માનસિકતા કૌભાંડોને જન્મ આપે છે..!
વડોદરા શહેરમા ગત જાન્યુઆરી માસમાં માનવસર્જિત બોટકાંડ મા બે પૂર્વ કમિશનર સામે કાર્યવાહી કરવાનો અદાલતે આદેશ કર્યો છે. જો કે એ જ પ્રકારની કાર્યવાહીની માંગ જે તે સમયે ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ કરી હતી. પરંતુ તેમની માંગ કમિશનરે ગણકારી ન હતી.
વડોદરા શહેરમાં તંત્રના મેળાપીપળા અને પાછલા બારણે શાસકોના આંખ આડા કાન કરવાને પાપે સરજાયેલા બોટકાંડ મા નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો હતો. માનવસર્જિત બોટકાંડે આખા રાજ્યમાં ચક્ચાર મચાવી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ આરોપીઓની ધરપકડ થઈ હતી. જો કે હમેંશાની જેમ નાની માછલીઓનો ભોગ લઈ મોટી માછલીઓને બચાવી લેવાનો ખેલ અહીં પણ ખેલાયો હતો. ઉચ્ચ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવી ન હતી. જો કે પુર્વ વિસ્તારના ભાજપના કાઉન્સિલર આશિષ જોષી માસુમ બાળકોના વાલીઓ તરફે અડીખમ ઉભા રહ્યા હતા. આશિષ જોષીએ બોટકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે મ્યુ. કમિશનરને પત્ર લખ્યો હતો. જો કે તેમના પત્રને ધ્યાને લેવામાં આવ્યો ન હતો. છેવટે અદાલતે આદેશ કરતા આશિષ જોષી ની માંગ આજે સાચી ઠરી છે.