સયાજી હોસ્પિટલમાં ખાનગી વ્યક્તિઓ બ્લડ ટેસ્ટ અને એક્સ-રે કાઢે છે...!!

સિક્યોરિટી અને સીસીટીવી હોવા છતાં....

MailVadodara.com - At-Sayaji-Hospital-private-persons-do-blood-test-and-x-ray

- બ્લડ ટેસ્ટ અને એક્સરેના રૂ.૪૦૦ પડાવતા ખાનગી વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે ગળાકાપ હરીફાઈ..!!

- સુપરિટેન્ડન્ટ કહે છે કે, અમે અનિવાર્ય સંજોગોમાં જ બહાર ટેસ્ટ કરાવીએ છે, તો ખાનગી વ્યક્તિઓ ધંધો કેવી રીતે કરે છે...?


મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના બ્લડ ટેસ્ટ અને એક્સરે માટે બહારથી ખાનગી લેબોરેટરીના માણસો આવતા હોવાનો પર્દાફાશ થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગેરકાયદેસર વેપલા માટે પણ ખાનગી સંસ્થાઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા હોવાની ચર્ચા છે.

મધ્ય ગુજરાત ની સૌથી મોટી ગણાતી એસ. એસ. જી. હોસ્પિટલ આમ તો છાશવારે કોઈ ને કોઈ મુદે ચર્ચા નું કેન્દ્ર બનતી હોય છે. મેઈલ વડોદરાને માહિતી મળી હતી કે એસ. એસ. જી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સારવાર લેવા આવતા  દર્દીઓના બ્લડ રિપોર્ટ અને એક્સરે માટે બહાર થી આવેલા  ખાનગી વ્યક્તિઓ પાસે કરાવવામાં આવે છે. આ માટે દર્દીએ નાણાં ચુકવવા  પડે છે. અમે આ વાત ની ખરાઈ કરી તો ચોકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી.હવે અમે તમને એ પણ જણાવી દઈએ કે સયાજી હોસ્પિટલ માં સારવાર મફત થાય છે, કારણ કે આ હોસ્પિટલ સરકારી છે. હા દશ કે વીશ  રૂપિયા જેવા સામાન્ય ચાર્જ હોય છે.

હવે અમે તમને એવા દ્રશ્યો બતાવીશું જે સરકારી દાવાની પોલ ખોલે છે. કેવી રીતે સ્થળની સ્થિતિ તંત્ર સામે સવાલો ઉભા કરે છે. એક વ્યક્તિ દર્દીનું બ્લડ સેમ્પલ લે છે. તેની આજુબાજુ કોઈ તબીબ નથી કે નથી હોતા કોઈ નર્સ. હવે બ્લડ સેમ્પલના નાણાં કેટલા લેવામાં આવે છે એ અમે જયારે દર્દીના સગાને પુછ્યું તો દર્દીના આ સંબંધી મુજબ બ્લડ સેમ્પલના રૂપિયા ૪૦૦ વસુલવામાં આવે છે. આવી જ રીતે એક્સરે માટે પણ બહારથી માણસો આવે છે અને એ પણ એક્સરે ના મશીનો લઈને. એક્સરે મશીનોથી  ફોટા પાડી જતાં રહે છે. બહારથી આવેલા  વ્યક્તિ એક્સરે ના કેટલા રૂપિયા લે છે.


અમને મળેલી માહિતી મુજબ રૂપિયા ૪૦૦ કે તેથી વધુ લેવામાં આવે છે. તો શું સયાજી હોસ્પિટલ માં દર્દ માટે બ્લડ સેમ્પલ કે એક્સરે ની સુવિધાઓ નથી ? શું હોસ્પિટલ તંત્ર તરફથી આવી કોઈ પરવાનગી આપવામાં આવી છે  ?  દર્દીઓ માટે ક્યાં સંજોગોમાં બહાર થી બ્લડ ટેસ્ટ અને એક્સરે કરાવવાની ફરજ પડે છે ? આવા અનેક સવાલોના જવાબો મેળવવા અમે સયાજી હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ રંજન ઐયર નો સંપર્ક કર્યો તો તેમણે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે અનિવાર્ય સંજોગોમાં જ બ્લડ સેમ્પલ અને એક્સરે માટે બહારથી મદદ લેવામાં આવે  છે.  અહીં  સયાજી હોસ્પિટલ માં સીસીટીવી અને કડક સિક્યોરિટી વ્યવસ્થા છે. ખાનગી વ્યક્તિઓ અહીં ધંધો કરે છે  અને એ ધંધા માટે ગળાકાપ સ્પર્ધા પણ છે. હંમેશા  કોઈ ને કોઈ મુદે ચર્ચામાં રહેતી સયાજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની મફત સારવારના દાવા હકીકત વચ્ચે ઘણો તફાવત છે એ નક્કી છે.


Share :

Leave a Comments