વડોદરાની અક્ષર પબ્લિક સ્કૂલમાં ફીની પેનલ્ટી વસુલાતા વાલીઓએ હોબાળો મચાવ્યો, પ્રિન્સિપાલને રજૂઆત કરી

ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં આપવા દઇએ, તેવી શિક્ષકો વાત કરતા હોવાના આક્ષેપ

MailVadodara.com - At-Akshar-Public-School-in-Vadodara-parents-who-collect-fee-penalty-create-an-uproar-present-to-the-principal

- પ્રિન્સિપાલે આ મામલે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની બાંહેધારી આપી


વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે આવેલી અક્ષર પબ્લિક સ્કૂલમાં ફીની પેનલ્ટી વસુલવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. ફી નહીં ભરો તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તેવી શિક્ષકો વાત કરતા હોવાના વાલીઓએ આક્ષેપો કર્યાં હતા. પ્રિન્સિપાલે આ મામલે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની બાંહેધારી આપી હતી.


વાલી સચિનાબેન પરમારે જણાવ્યું હતું કે, અક્ષર પબ્લિક સ્કૂલમાં એડવાન્સમાં ફી લેવામાં આવે છે અને ફી ભરવામાં થોડુ મોડું થાય તો પેનલ્ટી લગાવવામાં આવે છે, જોકે એ ખોટું છે. અમારી માગણી છે કે, પેનલ્ટી ના હોવી જોઇએ. પેનલ્ટી સાથે ફી ન ભરીએ તો બાળકોને પરીક્ષા આપવા દેવાની ના પાડે છે. મારી દીકરી મારી સામે સ્કૂલની ફરિયાદ કરે તો તેને મેડમ દ્વારા ડરાવવામાં આવે છે.


એક વાલી સત્યવીર શર્માએ રડતા રડતા જણાવ્યું હતું કે, હું 3 દિવસથી રોજ ફી ભરવા માટે આવુ છું, પરંતુ પેનલ્ટી માંગવામાં આવે છે અને બાળકોને કહે છે કે, તમારા પપ્પાને કહો ફી ભરે નહીં તો સીટ નંબર નહીં મળે. વાલીઓ પાસેથી ફી વસુલવામાં આવે છે જેથી હું ભાવુક થઇ ગયો છું. હું બધા માટે લડાઈ લડી રહ્યો છું. હેતલ મેડમ અમને કહે છે કે, પેનલ્ટી સાથે ફી ભરવી હોય તો ભરો નહીં તો જે થાય તે કરી લો. અમારા બાળકને ફી ભરવા માટે ક્લાસમાં વારંવાર ઉભો કરવામાં આવે છે.


નેશનલ હાઇવે પર આવેલી અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ અનુ અગ્રવાલે જણાવ્યું હતું કે, બાળકોને પરીક્ષા ન દેવાનું કહેવા બાબતે અમે તપાસ કરીશું અને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓ પાસેથી લેવામાં આવેલી પેલન્ટી પણ પરત કરવામાં આવશે.

Share :

Leave a Comments