સરદાર સરોવર ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું

વડોદરા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા

MailVadodara.com - As-the-level-of-Sardar-Sarovar-dam-rose-75-thousand-cusecs-of-water-was-released-into-Narmada-river

- નીચાણવાળા વિસ્તારોના ગામડાંઓના લોકોને સતર્ક કરાયા

સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં આજે મંગળવારે (24 સપ્ટેમ્બર) સવારે 75,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજે સવારે 6 કલાકે ડેમની સપાટી 138. 25 મીટર નોંધાઈ હતી. તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

Share :

Leave a Comments