વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર-જિલ્લાની મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારનાના પેન્ડિંગ કેસોમાં કુલ 70 હજાર જેટલાં વિવિધ કેસોનો રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાનરૂપી નિકાલ થયો હતો.
વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન જિલ્લા કાનૂની સેવા સતામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી.ઓડેદરાની અધ્યક્ષતામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વડોદરાના સેક્રેટરી વિશાલ જે ગઢવીની ઉપસ્થિતિમાં આ વર્ષની મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકઅદાલતનું ઉદ્ઘાટન કરી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેર-જિલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાનલાયક ગુનાના કેસો, નેગો.એકટ-138ના કેસો, ફકત નાણાની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઈલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છુટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદનન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યા હતાં.
વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય એવા વાહનચાલકોને મોટર વ્હીકલ એકટ મુજબ ઈ-ચલણ તથા પ્રિલીટીગેશન કેસોના કોર્ટમાં દાખલ થવાની તૈયારી હતી એવા લગભગ 30 હજાર કેસો પણ એ કેસમાં સમાધાન થઈ જતા હવેથી કોર્ટમાં આ 30 હજાર કેસોનું ભારણ વધશે નહીં અને બીજા 40 હજાર કેસોમાં સમાધાન થઈ જતા એક જ દિવસમાં કોર્ટમાંથી આ કેસોનું ભારણ પણ ઓછું થશે. આમ કુલ 70 હજાર જેટલા કેસોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જેનાથી કોર્ટ પર ભારણ ઘટશે અને લોકોને સમાધાનરૂપી ન્યાય મળશે. રાષ્ટ્રીય લોકઅદાલતમાં નાગરિકો લાભ લીધો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના સેક્રેટરી વિશાલ ગઢવી વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, 15 વર્ષથી ઉપરાંતથી જે જમીનને લગતા કેસો કોર્ટેમાં ચાલતા હતા. તેમાં પણ સમાધાન થતા પરિવાર એક થયો છે અને સાથે જમીનના ભાગલા પાડીને એક સંપ કરી કુટુંબને એક કરવાનું પણ ભગીરથ કાર્ય પણ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યો છે, જેનાથી પરિવારની ખુશી બમણી થઈ હતી.