- કામદારોએ નર્મદાભવન સ્થિત લેબર કમિશ્નર અને શ્રમ રોજગાર મંત્રીને ઉદ્દેશી આવેદન આપ્યું
સાવલીના સમલાયા ગામ પાસે આવેલ મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બહાર ૨૪ જેટલા કામદારોને એક સાથે કંપની સતાધીશો દ્વારા છુટા કરી દેવામાં આવતા કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.
સાવલીના સમલાયા ગામ પાસે આવેલ મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ૨૪ જેટલા કામદારોને એકસાથે નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે. જેને લઇને કામદારો દ્વારા નર્મદા ભવન ખાતે લેબર કમિશ્નર અને શ્રમ રોજગાર મંત્રીને ઉદ્દેશી આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. કામદારો મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપની બહાર અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નોકરી પર પરત નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ ચાલુ રાખવાની ચીમકી છે. કંપની સતાધીશો દ્વારા હડતાળ ને લય કોઈ પ્રતિક્રિયા આપવામાં નહિ આવતા કામદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. કામદારોએ કામદાર એકતા ઝિંદાબાદના નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ કર્યો હતો.