નિમેટા સરદાર સરોવર નિગમના ક્વાર્ટરમાં રહેતા સાથીદારની હત્યા કરનાર બે આરોપીની ધરપકડ

મૃતક અને આરોપીઓ આજવાથી વડોદરા સુધી નખાતી પાઇપલાઇનના કોન્ટ્રક્ટમાં કામ કરે છે

MailVadodara.com - Arrest-of-two-accused-who-killed-colleague-living-in-Nimeta-Sardar-Sarovar-Nigam-quarters

- શ્રમજીવીએ પેન્ટ ખેંચતા સબક શીખવાડવા  એકસાથે કામ કરતાં બે આરોપીઓએ લોખંડની કોસ અને તવા વડે હત્યા કરી હતી, ફરાર થાય તે પહેલાં પોલીસે દબોચ્યાં

વડોદરા જિલ્લાના નિમેટા ગામ પાસે આવેલા નર્મદા કેનાલ પાસેના સરદાર સરોવર નિગમના ક્વાટર્સમાં બે શ્રમજીવી યુવાનોએ આધેડને નિર્વસ્ત્ર કરી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. આ ઘટનામાં વાઘોડિયા પોલીસે હત્યારાઓ ફરાર થઇ જાય તે પહેલાં બંને હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મોતને ઘાટ ઉતરેલા આધેડ અને હત્યારાઓ વડોદરા કોર્પોરેશનની આજવાથી વડોદરા સુધી નાંખવામાં આવી રહેલી પાઇપ લાઇનના કોન્ટ્રાક્ટમાં કામ કરે છે.


નિમેટા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથક નોંધાયેલ ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા કોર્પોરેશનની પાણીની પાઇપલાઇન નાખવાના કોન્ટ્રાક્ટર નીરલ પટેલના કોન્ટ્રાક્ટમાં કામ કરતા શ્રમજીવીઓ નિમેટા પાસે આવેલા નર્મદા ક્વાર્ટરમાં રહે છે. નીરલ પટેલના સુપરવાઈઝર રોમન પટેલ ઉપર ફોન આવેલ કે, મોડી રાત્રે નર્મદા ક્વાર્ટરમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના વતની 27 વર્ષીય રાહુલસિંઘ રામદેવસિંઘ અને 28 વર્ષીય સદાનંદ પપ્પુ પ્રસાદે સાથે કામ કરતા અને રહેતા સંજયકુમારસિંઘ સત્યનારાયણસિંઘ (ઉં.વ.42) રહે. બિહાર) ઉપર જીવલેણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ બનાવની જાણ કોન્ટ્રાક્ટરને થતાં તેઓ નિમેટા સરદાર સરોવર નિગમના ક્વાર્ટર પાસે દોડી ગયા હતા. નિગમના ફ્લેટમાં પહોંચેલા કોન્ટ્રાકટરે રૂમના હોલમાં નીચે લાદી ઉપર તેમજ દિવાલના ભાગે લોહીના નિશાનો જોતાં ચોંકી ઉઠ્યો હતો. રૂમમાં વધુ તપાસ બાથરૂમમાં સંજયકુમારસિંઘ નિર્વસ્ત્ર હાલતમાં મરણ ગયેલ હાલતમાં પડેલો જોયો હતો.


આ દરમિયાન કોન્ટ્રાક્ટરે હાજર માણસોને ભેગા કરી પ્રાથમિક પૂછપરછ કરતા અજીતકુમાર રામબિચારસિંઘે જણાવેલ કે, ગઇ રાત્રીના આઠેક વાગે સંજયકુમારસિંઘ તથા સદાનંદ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે બાજુના રૂમમાં રહેતા રાહુલસિંઘ સંજયસિંઘને પોતાના રૂમમાં સુવા માટે લઈ ગયા. 

ત્યારબાદ રાત્રીના 10 વાગ્યાની આસપાસ રાહુલસિંઘ સંજયસિંઘ સાથે ઝઘડો કરી પોતાના રૂમની બહાર આવ્યો હતો અને અમારા રૂમમાંથી સદાનંદને બોલાવી રાહુલે કહ્યું હતું કે, સંજયસિંઘ મારૂ પેન્ટ ઉતારતો હતો એટલે તેને સબક શીખવાડવા સદાનંદ રાહુલસિંઘે તેના રૂમમાં જઇ સંજયકુમારસિંઘ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.


આ દરમિયાન રાહુલસિંઘ અને સદાનંદે રૂમની અંદર લોખંડની સ્કેલ તથા લોખંડના સળીયાથી બનાવેલ કોસ તથા રોટલી બનાવવા માટેના તવા વડે સંજયસિંઘને માર મારી તેની હત્યા કરી નાખી હતી. તે બાદ તેની લાશ બાથરૂમમાં મૂકી દીધી હતી. આ બનાવ અંગે કોન્ટ્રાક્ટર નિરલ પટેલે આરોપી રાહુલ સિંગ રામદેવસિઘ (બિહાર) અને સદાનંદ પપ્પુ (ઉ. પ્ર.) સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

જોકે હત્યારાઓ ફરાર થઇ જાય તે પહેલાં પોલીસે મોડી રાત્રે બંને હત્યારા સદાનંદ પપ્પુ પ્રસાદ (હાલ રહે, નિમેટા નર્મદા કેનાલની બાજુમા આવેલ સરદાર સરોવર નિગમના ક્વાર્ટ્સમા તા. વાઘોડીયા. મુળ રહે, સબિયા તા. કસયા જિ. કુશીનગર (ઉ.પ્ર) અને રાહુલકુમાર રામદેવ સિંઘ (હાલ રહે, નિમેટા નર્મદા કેનાલની બાજુમા આવેલ સરદાર સરોવર નિગમના ક્વાર્ટર, તા વાઘોડીયા મુળ રહે, કરારૂઆ તા. સરાબે જિ. સિવાન બિહાર)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments