પોલીસની ખોટી ઓળખ આપી યુવકનું અપહરણ કરી માર મારી ખંડણી માંગનાર 3 આરોપીઓની ધરપકડ

આરોપીઓએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપી હતી

MailVadodara.com - Arrest-of-3-accused-who-abducted-a-youth-by-giving-false-identity-to-the-police-and-demanded-ransom

- સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડયા, આરોપીઓએ 1.45 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા

વડોદરા શહેરમાં પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદીનું અપહરણ કરી ધાક-ધમકી આપી અને ખંડણીની માંગણી કરનાર આરોપીને વડોદરા શહેર કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ શખસને પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરનાં કપુરાઈ પોલીસ મથકમાં ગત તારીખ 17ના રોજ એક અપહરણ, ખંડણી અને ધાક-ધમકી આપનાર શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં ગત તારીખ 16ના રોજ ફરિયાદી આશિક હસન મુલ્લા (ઉંમર વર્ષ 32, ધંધો કલરકામ રહે, મકાન નંબર 431 આદર્શ નગર મોટી મસ્જિદ પાછળ તરસાલી બાયપાસ ધાનીયાવી રોડ, વડોદરા)ને આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીને માર મારતા મારતા અપહરણ કરી તેઓને ગાડીમાં બેસાડી વડોદરાથી અમદાવાદ લઈ ગયા હતા.


બાદમાં ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા દસ લાખની ખંડની માગી હતી. જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી અને તેઓની માનીતી બહેનના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બળજબરીપૂર્વક રૂપિયા 1,45,700 ટ્રાન્સફર કરાવી દીધા હતા. સાથે જ મોબાઈલ ફોન લઈ ફરિયાદીને અમદાવાદ રાત્રિના સમયે ઉતારી દિધો હતો.

આ બનાવ અંગે કપુરાઈ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. સી. રાઓલ સહિતની ટીમ દ્વારા આરોપીઓને ગણત્રીના કલાકોમાં જ ઝડપી પાડવા માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડયા છે.

કપુરાઈ પોલીસે કરેલી કાર્યવાહીમાં જયકુમાર કાંતિભાઈ ચંદુભાઈ મેતિયા (ઉંમર વર્ષ 24 હાલ રહે બ્લોક નંબર 4 મકાન નંબર 306 ચાણક્ય એપાર્ટમેન્ટ યુનિક આશિયાના સોસાયટીની બાજુમાં ગોતા અમદાવાદ મૂડ રહે નિન્દ્રોડા સિધ્ધપુર પાટણ), ચિરાગ અમરતભાઈ મણાભાઈ ચાવડા (ઉંમર વર્ષ 25 હાલ રહે 107 મંજી ભીલની ચાલી જૂની મસ્જિદની નજીક અમરાવાડી અમદાવાદ, મૂળ રહે ગામ ચંદ્રુમણા પાટણ), મોહમ્મદ ઇમરાન નઇમભાઈ મેમણ (ઉંમર વર્ષ 24 હાલ રહે બ્લોક મકાન નંબર 304 લક્ઝુરીયા રેસીડેન્સી આર.સી 85 રોડ ફતેવાડી અમદાવાદ મૂળ રહે આઈસા મંઝિલ પાલનપુર ડીસા બનાસકાંઠા)ને ઝડપી વધુ કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments