- ફાજલપુરની 40 ઇંચ ડાયામીટરની લાઈનનું રાયકા-દોડકા ફ્રેન્ચવેલની આશરે 54 ઇંચ ડાયામીટરની ફીડર લાઈન સાથે જોડાણ કરવાનું છે
વડોદરામાં પાણીની સાત ટાંકી હેઠળના તેમજ ત્રણ બુસ્ટર હેઠળના વિસ્તારોમાં તારીખ 23 ના રોજ સાંજના સમયનું પાણી નહીં મળે અને બીજા દિવસે સવારે ઓછા સમય માટે અને લો પ્રેશરથી મળશે આમ આશરે ચાર લાખ લોકોને પાણીની તકલીફ વેઠવાનો વારો આવશે.
શહેરનાં નાગરિકોને કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે હાલમાં પાણી પુરવઠા શાખા દ્વારા નંદેશરી ચોકડી પાસે ફાજલપુર નવી 40 ઇંચ ડાયામીટરની લાઈનનું રાયકા-દોડકા ફ્રેન્ચવેલની આશરે 54 ઇંચ ડાયામીટરની ફીડર લાઈન સાથે જોડાણ કરવાનું છે. આ કામગીરી તારીખ 23 ના રોજ શહેરના ઉત્તર/પુર્વ વિસ્તારમાં સવારનાં પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવનાર છે. જેથી તારીખ 23 ના રોજ ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે છાણી 24X7, છાણી જકાતનાકા, ટી.પી 13, સમા, સયાજીબાગ, જેલ અને લાલબાગ જેવી ટાંકીઓ તથા બકરાવાડી બુસ્ટર, વારસીયા અને વ્હીકલપુલ બુસ્ટર ખાતેથી સાંજનાં સમયનું પાણી મેળવતા વિસ્તારમાં પાણી બંધ રહેશે. આ ઉપરાંત આ ટાંકીઓ ખાતેથી બીજા દિવસે સવારનાં સમયમાં પાણી મેળવતા વિસ્તારમાં પાણી ઓછા સમય માટે તેમજ હળવા દબાણથી વિતરણ કરવામાં આવશે.
એ જ પ્રમાણે કપુરાઈ પાણી ટાંકી ખાતે નવા સંપ ઉપર પંપ હાઉસ બનાવવા અને પંપ સેટની મશીનરી બેસાડવા પાણીની લાઈન પર વાલ્વ અને નવા ફ્લો મીટર બેસાડવાની કામગીરી પણ તારીખ 23 ના રોજ કપૂરાઈ ટાંકીના સવારના પાણીના ઝોનમાં પાણી વિતરણ કર્યા બાદ કરવામાં આવનાર છે. જેના કારણે તારીખ 23 ના રોજ કપૂરાઈ ટાંકીથી બપોરે અને સાંજે પાણી મેળવતા વિસ્તારો તથા તારીખ 24 ના રોજ સવારે પાણી મેળવતા વિસ્તારોમાં પાણી મળશે નહીં. તારીખ 24 મી એ સાંજે જે વિસ્તારમાં પાણી અપાય છે, ત્યાં પાણી ઓછા પ્રેશરથી મોડેથી અને થોડા સમય માટે અપાશે, એટલે આ વિસ્તારમાં પણ પાણીની ઘટની અસર પડશે. આમ, તારીખ 23ના રોજ પાંચ લાખ લોકોને પાણી નહીં મળે.