- ધો. 10-12 પાસ અને તમામ આઇ.ટી.આઈ ટ્રેડના ઉમેદવારો માટે આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશે
- ઉમેદવારોએ બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવું
આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, વડોદરા તથા સરકારી આઈ.ટી.આઈના સંયુકત ઉપક્રમે સરકારી આઇ.ટી.આઇ ડેસર ખાતે તા. 25-02-2025ના રોજ સવારે 11 કલાકે રોજગાર/એપ્રેન્ટીસ ભરતીમેળો અને અનુંબંધમ રોજગાર નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. ધો. 10-12 પાસ અને તમામ આઇ.ટી.આઈ ટ્રેડના ઉમેદવારો માટે આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશે.
આ ભરતીમેળામાં વડોદરા જિલ્લાના અને તેની આજુબાજુના નોકરીદાતા દ્વારા 150થી વધુ વેકેન્સી માટે ઇન્ટરવ્યૂ યોજાશે. જેમાં નોકરીદાતા દ્વારા ફ્રેશર / અનુભવી ઉમેદવારોને ઓપરેટર, ટ્રેઇની, ડેટા એન્ટ્રી ઓપરેટર, પ્રોડક્શન સુપરવાઈઝર જેવી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામા આવશે. રોજગારી મેળવવા માંગતા ઉમેદવારોને ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ અને ભારત સરકારના એનસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને તેના ઉપયોગ વિશે તથા રોજગાર કચેરીની રોજગાર અને સ્વરોજગારલક્ષી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ભરતીમેળામાં ઉમેદવારોએ તેમના પાંચ બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવાયું છે.