- શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા મહાનુભાવોના હસ્તે નવનિયુક્ત કર્મીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય વિઝનને અનુરૂપ સરકારે દેશભરમાં રોજગાર મેળાના કાર્યક્રમોની શ્રેણી શરૂ કરી છે. રોજગાર મેળાના છઠ્ઠા તબક્કાનું આજે દેશભરના વિવિધ 43 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 70 હજાર જેટલા નવા નિમણૂક પામેલા કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.
વડોદરા શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય રેલ્વે, સીબીઆઈસી, જાહેર ક્ષેત્રની બેંકો, ઇન્ડિયા પોસ્ટ, એસઆઈડીબીઆઈ, પીએફઆરડીએ, ઈએસઆઈસી અને અન્ય સંસ્થાઓમાં નવા ભરતી થયેલા કુલ ૧૫૦ કર્મચારીઓને સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રોજગાર મેળામાં નવી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.
રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તો પ્રદાન કશે.
આ પ્રસંગે વડોદરા મનપાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, નાણાકીય સેવા વિભાગના ઉપસચિવ હરકેશ ચંદ્રા, બેંક ઓફ બરોડાના વોશ ડિવિઝનના ઝોનલ હેડ યોગેશકુમાર અગ્રવાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને નવનિયુક્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.