વડોદરા કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ

સરકારના મહેસુલ વિભાગ દ્વારા કાયદા સલાહકારની 1 જગ્યા માટે નિમણૂંક કરવાની છે

MailVadodara.com - Applications-invited-for-the-appointment-of-Legal-Adviser-on-contract-basis-in-Vadodara-Collector-Office

- અરજી કરનાર ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન તેમજ ભાષાંતરનું જ્ઞાન હોવું જરૂરી, આ ઉપરાંત કાયદાકીય બાબતોનો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી

વડોદરા કલેકટર કચેરીમાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા 11 (અગિયાર) માસની મુદત માટે ઊભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની 1 જગ્યા માટે નિમણૂંક કરવાની છે. આ અંગે લાયકાત, અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.15.04.24ના રોજ 5 વાગ્યા સુધીમાં ચિટનીશ શાખા, કલેક્ટર કચેરી, ઓ.પી.રોડ, વડોદરા ખાતે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનુ સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવાના રહેશે. અરજદારની ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઇએ નહી.

શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર કાયદાની (LLB સ્પેશિયલ) ડિગ્રી અથવા કેન્દ્ર/રાજ્ય સરકારનાં કાયદા દ્વારા સ્થપાયેલ માન્ય યુનિવર્સિટી દ્વારા HSC બાદ 5 વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાની કાયદાની ડિગ્રી અથવા યુનિવર્સિટી દ્વારા મેળવેલ કાયદાની ડિગ્રી ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-1967માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતુ જ્ઞાન હોવું જરૂરી છે.


હાઇકોર્ટ અથવા હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ, એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો 5 વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર કે તેની હસ્તકનાં બોર્ડ/નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો 5 વર્ષનો અનુભવ. આ અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારે જો હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરેલી હોય તો રજીસ્ટ્રાર અથવા જો ઉમેદવાર હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હોય તો પ્રિન્સિપાલ જ્યુડીશિયલ ઓફિસર અથવા સબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ કે સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ અથવા કંપની કાયદા/કંપની સરકાર હસ્તકનાં નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કચેરીનાં વડા દ્વારા પ્રમાણિત કરેલ હોવા જોઇએ.

ઉમેદવાર ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સરળતાથી ભાષાંતર કરી શકે તે મુજબનુ જ્ઞાન હોવું જોઇએ. આ જ્ઞાન હોવા અંગેનુ ઉપર મુજબના અધિકારીઓ દ્વારા ઇશ્યુ કરેલ પ્રમાણપત્ર બિડવાનું રહેશે. મળવાપાત્ર માસિક એકત્રિત રકમ માસિક રૂપિયા 60,000 ફિક્સ રહેશે. આ સિવાયની અન્ય બોલીઓ,શરતો બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીનાં નોટીસ બોર્ડ અથવા મહેકમ શાખામાં કચેરી સમય દરમિયાન રૂબરૂ જોઇ શકાશે. સબંધિત ઉમેદવારોને જ્યારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે અસલ ડોક્યુમેન્ટ સાથે લાવવાનાં રહેશે અને સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અધૂરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહિ.

Share :

Leave a Comments