વડોદરા RTO પરિસરમાં ટેસ્ટ ડ્રાઈવ આપવા આવેલા અરજદારોને રોડ સેફ્ટી અંતર્ગત માર્ગદર્શન અપાયું

વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરાઇ

MailVadodara.com - Applicants-who-came-to-give-test-drive-in-Vadodara-RTO-premises-were-guided-under-road-safety

- ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવા અને ટ્રાફિક બાબતે જાગૃતિ આવે તે પ્રકારે કંજરી દ્વારા શાળા-કોલેજો સહિત અન્ય જગ્યાએ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે


વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વડોદરા આરટીઓ પરિસરમાં આપવા આવેલ ફોરવ્હીલર વાહન ચાલકોને રોડ સેફ્ટી અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. વધુમાં વધુ લોકો આ બાબતે જાગૃત થાય તે પ્રકારની કામગીરી હાલમાં વડોદરા આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા ખાતે જાન્યુઆરી 1થી 31 તારીખ સુધી નેશનલ રોડ સેફ્ટી અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આરટીઓ પરિસરમાં આવેલ ટેસ્ટ ડ્રાઈવ આપવા આવેલા અરજદારોને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા વિગતો આપવામાં આવી હતી.


વડોદરા શહેર સહિત જિલ્લાની સ્કૂલોમાં વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા રોડ સેફ્ટી અવર્ન્સ માટે ટીમ વાન દ્વારા અવરનેસ પ્રોગ્રામનું અયોજન કરવામાં આવ્યુ છે. આ સાથે ત્રણથી વધું કંપની અને ટ્રેન મોટા ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત સેમિનાર યોજવામાં આવશે. આ સાથે ચેકિંગ દરમિયાન પણ વિવિઘ અવારનેસ પ્રોગ્રામ કરવામાં આવશે. આ સાથે બાઈક રેલી દ્વારા પણ લોકોમાં જાગૃતતા આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે રોડ સેફ્ટિમાં શું ધ્યાન રાખવું તે અંગે પેમ્ફલેટનું વિતરન કરી સમજ પણ આપવામાં આવી રહી છે.

આ અંગે વડોદરા આરટીઓ અધિકારી જે. કે. પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના હાઇવે મંત્રાલય દ્વારા એક જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમની સૂચના મળેલી છે. જે અંતર્ગત વડોદરા આરટીઓ કચેરી દ્વારા કચરી ખાતે આવતા લાઇસન્સ અને રજીસ્ટ્રેશન માટે આવતા અરજદારોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવા અને ટ્રાફિક બાબતે જાગૃતિ આવે તે પ્રકારે કંજરી દ્વારા શાળા-કોલેજો સહિત અન્ય જગ્યાએ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. સાથે જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ ખાતે વિઝિટ કરી અને રોડ એન્જિનિયરિંગ અને હાઇવે એન્જિનિયરિંગને લગતા પગલાં લેવાનાં હોય તે લેવાશે.

Share :

Leave a Comments