દરજીપુરા પાણીની ટાંકી ત્રણ રસ્તા પાસે અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

વડોદરામાં બે અલગ-અલગ અકસ્માતમાં એક યુવક અને એક વૃદ્ધાનું મોત નીપજ્યું

MailVadodara.com - An-old-man-lost-his-life-after-being-hit-by-an-unknown-car-driver-near-Darjipura-water-tank-three-roads

- નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડેફેટે યુવાનનું સારવાર દરમિયાન મોત

વડોદરા શહેરના દરજીપુરા પાણીની ટાંકી ત્રણ રસ્તા પાસે અજાણ્યા કાર ચાલકની ટક્કરે વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે શહેર નજીક આવેલા નેશનલ હાઇ-વે પર અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત થયું છે. 

વડોદરા શહેરના દરજીપુરા ગામમાં રહેતા લક્ષમણભાઇ રાઠોડે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા માતા દરિયાબેન શંકરભાઇ રાઠોડ (ઉ.60) હોટલો પર કામ કરતા હતા. ગઇકાલે 23 જુલાઇએ સાંજે 7.30 વાગ્યે દરજીપુરા પાણીની ટાંકી ત્રણ રસ્તા પાસે અજાણ્યા ફોર વ્હીલર ચાલકે મારી માતાને ટક્કર મારી હતી અને ફોર વ્હીલર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. જેને પગલે ગંભીર ઇજા પહોંચતા મારી માતાને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મારી માતાનું મોત થયું હતું. આ મામલે મેં હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં વડોદરાના સયાજી ટાઉનશીપ રોડ પર આવેલ મારૂતિ સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઇ મીણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. ગત રાત્રે દોઢ વાગ્યે મારા ભાઇ રમેશભાઇ ભેરારામ મીણા (ઉ.40)ના ફોનમાંથી કોઇ અજાણી વ્યક્તિનો મારા ઉપર ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, તમારા ભાઇનો નેશનલ હાઇવે પર APMC સામે અકસ્માત થયો છે અને તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જેથી હું તુરંત જ સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો, જ્યાં મને ખબર પડી હતી કે, મારા ભાઇને કોઇ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી છે. મારા ભાઇનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. આ મામલે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments